♥ પેટ ઉપર બચ્ચાં રાખવાની કોથળી અને કૂદકા મારીને ચાલવા માટે જાણીતા કાંગારૂ સામાન્ય રીતે બે થી ત્રણ ફૂટની ઊંચાઈના મોટાં પ્રાણી છે પરંતુ આફ્રિકાના ઠંડા રણપ્રદેશમાં જોવા મળતા મિની કાંગારૂને જોઈને વધુ નવાઈ લાગે.
♥ દિવસે પ્રચંડ ગરમી અને રાત્રે પ્રચંડ ઠંડીવાળા રણપ્રદેશમાં ખાસ પ્રકારનાં પ્રાણીઓ જ જીવી શકે તેવા મોંગોલિયા, આફ્રિકા અને ચીનના રણપ્રદેશમાં જોવા મળતા મિનિ કાંગારૂ જેવા જર્બોઆ નાનકડા ઊંદર જેવા હોય છે.
♥ ૩ થી ૧૫ સેન્ટિમીટર સુધીની લંબાઈના આ પ્રાણીઓ ઉંદર જેવા હોય છે અને પૂંછડી શરીર કરતાંય લાંબી હોય છે.
♥ જર્બોઆના પાછલા બે પગ આગળના પગ કરતાં ચાર ગણા લાંબા હોય છે. તે દોડે કે ચાલે ત્યારે કાંગારૂની જેમ કૂદકા મારે છે.
♥ તેનો કૂદકો ૧૦ થી ૧૫ સેન્ટીમીટરનો હોય છે.
♥ તેના પેટે કોથળી હોય છે. તે દર બનાવીને જમીનમાં રહે છે અને વનસ્પતિ ખાઈને જીવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.