આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 2 October 2016

♥ અવકાશ ♥

નેપચ્યૂનનો ચંદ્ર ટ્રાઈટન વિરૃધ્ધ દિશામાં પ્રદક્ષિણા કરતો બ્રહ્માંડનો એક માત્ર ચંદ્ર છે.

નેપચ્યૂન સૂર્યની એક પ્રદક્ષિણા આપણા ૧૬૪.૭૯ વર્ષે પુરી કરે છે. ઈ.સ. ૧૮૪૬માં તેની શોધ થઈ હતી. શોધ પછી તેની એક જ પ્રદક્ષિણા પુરી થઈ છે.

અવકાશમાં ફેંકાયેલું કોઈપણ પ્રવાહી તેની પૃષ્ઠતાણ - 'સર્ફેસ ટેન્શન'ના કારણે ગોળો બનીને ઘૂમવા લાગે છે.

બ્રિટને માત્ર એક જ સેટેલાઈટ છોડયો છે અને તેનું નામ 'બ્લેક એરો' છે. ૧૯૬૦માં તે બન્યો હતો અને છેલ્લે ૧૯૭૧માં લોન્ચ કરાયો હતો.

સ્પેસ સ્ટેશન દર ૯૦ મિનિટે પૃથ્વીની એક પ્રદક્ષિણા પુરી કરે છે.

નરી આંખે અવકાશમાં સૌથી દૂરની દેખાતી વસ્તુ એન્ડ્રોમેડા ગેલેક્સી છે. ઉત્તર ક્ષિતિજે રાત્રે આછા પ્રકાશના વાદળ જેવી તે દેખાય છે.

અવકાશમાં આજ સુધી ઓળખાયેલા તારાઓમાં આર.૧૩૬-એ તારો સૌથી મોટો છે. તે સૂર્ય કરતાં ૩૨૦ ગણો મોટો છે.

કવાસર ઓજે૨૮૭ બ્લેક હોલ બ્રહમાંડનું સૌથી મોટું - સૂર્ય કરતાં અબજો ગણું મોટું-બ્લેક હોલ છે.

શનિ સૂર્યમાળાનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ છે છતાં વજનમાં સૌથી હળવો છે.

-


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.