♥ પૃથ્વી પર હવાઈ એવો ટાપુ છે કે જ્યાં જ્વાળામુખીના ખડકોમાંથી બનેલી લાલ ધૂળ જોવા મળે છે. હવાઈ ટાપુની જમીન મંગળની સપાટી જેવી લાલ છે.
♥ જ્વાળામુખીમાંથી નીકળેલો લાવા ઠરે ત્યારે કેટલાક છિદ્રાળુ પથ્થરો બને છે. આ પથ્થરોના છિદ્રોમાં હવાના પરપોટા હોવાથી તે પાણીમાં તરે છે.
♥ જમીન પર વીજળી પડે ત્યારે માટીના કણો પીગળીને કાચ જેવા બની જાય છે, આ કુદરતી કાચને 'ફલ્ગ રાઈટ' કહે છે.
♥ દક્ષિણ ધ્રુવમાં વરસાદ થતો નથી એટલે ભૂગોળની વ્યાખ્યા પ્રમાણે તેને રણપ્રદેશ કહેવાય છે. આ રણ પ્રદેશમાં રેતી નહીં પણ વિશ્વનાં તાજા પાણીનો મોટા ભાગનો જથ્થો બરફરૃપે રહેલો છે.
♥ જમીનના પેટાળમાં ધગધગતા લાવારસનાં સંપર્કમાં આવેલું પાણી ગરમ થઈને જોસભેર બહાર ધસી આવે છે અને ગરમ પાણીના ઝરા બને છે. કેટલાક ઝરા તો ફુવારાની જેમ ઘણી ઊંચાઈ સુધી ઊડે છે.
♥ રણપ્રદેશની રેતીના કણો પવન સાથે ઊડીને એકબીજા સાથે અથડાય ત્યારે લયબદ્ધ સંગીત જેવો અવાજ પેદા થાય છે. રણનું આ સંગીત સાંભળવા જેવું હોય છે.
♥ હવાઈ ટાપુ પરનો કિલાઉ જ્વાળામુખી ૧૯૮૩થી સતત સક્રિય છે. આજે પણ તેમાંથી દર સેકંડે પાંચ ઘનમીટર લાવા બહાર આવે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Monday, 31 October 2016
♥ અજબ ગજબ કુદરત ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.