આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 31 October 2016

♥ કેટલાક અજાયબ કરોળિયા ♥

કરોળિયાની જાતમાં જોવા મળતાં બે પ્રકારના જમ્પિંગ સ્પાઈડર પોતાન શરીરના કદ કરતાં ૪૦ ગણો ઊંચો કૂદકો મારી શકે છે.

કરોળિયાની કેટલીક જાત પોતાના જાળાં ખાઈ જાય છે અને તેમાંથી જ નવા બનાવે છે.

ડાર્વિન બાર્ક સ્પાઈડરની જાળની તાર બુલેટપ્રુફ કેવલર કરતાં ય મજબૂત હોય છે.

કરોળિયા એક જાળામાં એક જ રહે છે તે કદી સમૂહમાં રહેતા નથી.

કરોળિયા જીવશાસ્ત્રની દૃષ્ટિએ જંતુ નથી પણ વીંછીની જેમ ચારથી વધુ પગ ધરાવતા જાતિના છે.

મોટા ભાગના કરોળિયાને આઠ આંખો હોય છે. તેના પગમાં સુક્ષ્મ વાળ હોય છે.

મધર સ્પાઈડર એક સાથે ૩૦૦૦ ઈંડા મૂકે છે.

કરોળિયાના શરીરમાં હાડકાં હોતાં નથી પરંતુ શરીર પર સખત કવચ હોય છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.