♥ ખિસકોલી અવારનવાર જોવા મળતું નિર્દોષ અને રમતિયાળ જીવ છે. તેના કૂદકા, ગુચ્છાદાર પૂંછડી, બે પગ ઉપર ઊભી રહીને આગલા બે પગ વડે ખાવાની રીતભાત આકર્ષક હોય છે. પણ તેનો અવાજ ભાગ્યે જ સાંભળવા મળે છે.
♥ જાણીને નવાઈ લાગશે પણ કેનેડા, દક્ષિણ આફ્રિકા અને મેક્સિકોમાં જોવા મળતી ખિસકોલી કૂતરાની જેમ જોરજોરથી ભસે છે તેનું નામ પણ પ્રેટી ડોગ છે.
♥ પ્રેટી ડોગ દેખાવમાં, આકારમાં, સ્વભાવમાં આપણી ખિસકોલી જેવી જ છે તેના શરીર પર કાળા પટ્ટા નથી અને થોડી મોટી છે. દોઢ ફૂટ લંબાઈની પ્રેટી ડોગની પૂંછડી ટૂંકી હોય છે.
♥ સુંદર અને લોકોને ગમે તેવું આ પ્રાણી જમીનમાં દર કરીને રહે છે. જમીનમાં ઊંડો ખાડો કરીને વ્યવસ્થિત ઘર બનાવવામાં તે ઉસ્તાદ છે. ઊંડા અને મોટા દરમાં ખાવાપીવા, ઉંઘવા, અને બચ્ચા માટે અલગ અલગ વિભાગ હોય છે. ટોઇલેટ માટે પણ અલગ જગ્યા હોય છે. પ્રેટી ડોગ સમૂહમાં રહે છે અને વનસ્પતિ ખાઈને જીવે છે.
♥ પ્રેટી ડોગ આખો દિવસ બાગબગીચામાં પણ દોડાદોડી અને ઉછળકૂદ કરતી જોવા મળે છે. તે ૩૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.
♥ પ્રેટી ડોગનો કૂતરા જેવો ભસવાનો અવાજ તેની વિશેષતા છે આમ તો તે ૩૫ જાતના જુદા જુદા અવાજ કરે છે પરંતુ ભયભીત થાય ત્યારે ભસીને સાથીઓને એકઠા કરે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Monday, 31 October 2016
♥ પ્રેટી ડોગ (ભસતી ખિસકોલી) ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.