આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 12 September 2016

♥ ક્રાંતિકારી શોધ : સ્ક્રૂ ♥

લાકડા, દીવાલમાં કોઈપણ સાધનમાં બે સપાટીને જોડવા માટે વપરાતા સ્ક્રૂ તમે જોયા હશે. મથાળાવાળી ખીલી જેવા સ્ક્રૂમાં વલયાકાર આંટા પાડેલા હોય છે.

સામાન્ય લાગતી આ ચીજ છે પરંતુ તેની શોધ પછી ઉદ્યોગ જગતમાં ક્રાંતિ આવી હતી. ઘણી એવી શોધો છે કે જે સ્ક્રૂ વિના થઈ શકી ન હોત.

પ્રાચીન કાળમાં બેબીલોનમાં મોટા કદના સ્ક્રૂનો પાણી ખેંચવામાં ઉપયોગ થતો. સ્ક્રૂ ફરે એટલે તેના આંટા વચ્ચે પાણી આગળ વધે. ઈ.સ. પૂર્વે ૨૫૦માં આર્કિમિડીઝે સ્ક્રૂનો પંપ બનાવેલો.

આજે વ્યાપક ઉપયોગમાં આવે છે તેવા સ્ક્રૂ ઈ.સ. ૧૭૭૦માં બ્રિટનમાં શોધાયેલા સ્ક્રૂ ચક્રાકાર લાગતા બળને નીચે કે ઉપરની તરફ ધકેલતા બળમાં ફેરવે છે. સ્ક્રૂની શક્તિનો આધાર તેના આંટા વચ્ચે કેટલી જગ્યા છે તેના ઉપર છે.

એકલા સ્ક્રૂને સ્ક્રૂ કહેવાય છે પરંતુ સ્ક્રૂ ઉપર જોડાણ માટે તેના જ વ્યાસનું ગોળાકાર ચક્ર બેસાડાય તેને નટ બોલ્ટ કહે છે.

મોટાભાગના સ્ક્રૂ ઘડિયાળની દિશામાં ફેરવવાથી બંધ થાય છે. વિવિધ મશિનોમાં જરૃરિયાત પ્રમાણે ડાબા કે જમણા સ્ક્રૂ વપરાય છે. યાંત્રિક ઘડિયાળોમાં ઘણા સ્ક્રૂ ડાબી તરફ ફેરવવાથી બંધ થતાં હોય છે.

ઉદ્યોગ જગતમાં ક્લિપબોર્ડ સ્ક્રૂ, કોન્ક્રીટ સ્ક્રૂ, ડેકસ્ક્રૂ, ડબલ એન્ડ સ્ક્રૂ, ડ્રાયવોલ સ્ક્રૂ, લેગબોલ્ટ, શીટમેટલ વગેરે સેંકડો જાતના સ્ક્રૂ અને નટબોલ્ટ બને છે. તેના માપ-કદ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ રખાય છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.