આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 12 September 2016

♥ ડાયનોસોર ♥

આજના પક્ષીઓને વિજ્ઞાનીઓ ડાઈનોસોરની જાતીમાં ગણે છે. એટલે પૃથ્વી પરથી ડાઈનોસોર નાશ પામ્યા નથી.

અમેરિકાના  વ્યોર્મિંગમાંથી ડાઈનોસોરનું ૨૭ મીટર લાંબું સપૂર્ણ અશ્મિ મળી આવેલું તે વિશ્વનું એક માત્ર સંપૂર્ણ અશ્મિ છે.

સૌથી નાનું ડાઈનોસોર માત્ર ૧૦ સેન્ટીમીટર લાંબું હતું.

મોટા ભાગના ડાઈનોસોર બે પગે ચાલનારા હતા.

મોટા ભાગના ડાઈનોસોરનો અભ્યાસ તેના મળી આવેલા દાંત ઉપરથી થયો છે.

બોલિવિયામાં એક પર્વત પર ડાઈનોસોરના ૫૦૦૦ પગલાં જોવા મળે છે તે ૬ કરોડ વર્ષ જૂનાં હોવાનું કહેવાય છે.

૨૦૧૫માં સૌથી વધુ જૂનું ૧૦ કરોડ વર્ષ પહેલાના ડાઈનોસોરનું અશ્મિ મળી આવેલું.

ડાઈનોસોર વનસ્પતિ સાથે ખડકો પણ ગળી જતાં, આજના પક્ષીઓ પણ કાંકરા ચણે છે જે પાચનક્રિયામાં મદદરૃપ થાય છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.