♠ રોગોના પ્રતિકાર માટે રસીકરણ ઉપકારક માધ્યમ છે. વિજ્ઞાનીઓએ વિવિધ રસી શોધીને વિશ્વમાંથી ઘણા રોગો દૂર કર્યા છે અને લાખો લોકોના જીવન બચ્યા છે.
♠ મોરિસ હિલેમાન નામના વિજ્ઞાનીએ ૪૦ જેટલી રસીની શોધ કરીને ૨૦મી સદીમાં સૌથી વધુ માનવજીવન બચાવ્યા છે.
♠ મિસલ્સ, મમ્પ્સ, હિપેટાઈટિસ, મેનેન્જાઈટીસ, ન્યુમોનિયા અને એન્ફલ્યૂએન્ઝાની રસી શોધીને તેણે તબીબી જગતમાં પ્રસિધ્ધિ મેળવી હતી. રસીની શોધ ક્ષેત્રે ઈતિહાસનો સૌથી સફળ વિજ્ઞાની ગણાય છે.
♠ હિલેમાનનો જન્મ અમેરિકાના મોન્ટાનામાં ઈ.સ. ૧૯૧૯ના ઓગસ્ટની ૩૦ તારીખે થયો હતો.
♠ તેના જન્મના બે જ દિવસમાં તેની માતાનું મૃત્યુ થયું હતું. તેનો ઉછેર તેની કાકીએ કર્યો હતો. યુવાન વય સુધી તે ખેતરમાં કામ કરતો હતો. તે સમયમાં રસીના ઉત્પાદન માટે મરઘા ઉછેરવામાં આવતા. હિલેમાન આ ક્ષેત્રે કામ કરતો હતો.
♠ નાણાના અભાવે તે કોલેજ જઈ શક્યો નહી પરંતુ પરિવાર અને શિષ્યવૃત્તિની મદદથી ૧૯૪૧માં તેણે મોન્ટાના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવી ગ્રેજયુએટ બન્યો.
♠ તેજસ્વી વિદ્યાર્થી હોવાથી તેને શિકાગો યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજીના અભ્યાસ માટે ફેલોશિપ મળી અને તે ૧૯૪૪માં પીએચડી થયો. પ્રથમ અભ્યાસ તેણે ક્લેમેડિયા બેક્ટેરિયાનો કર્યો હતો.
♠ અભ્યાસ પૂરો કરી તેણે રસીની ઉત્પાદક કંપનીમાં કામ કર્યું. તેણે જાપાનીઝ એન્સેફિલાઈટિસની રસી શોધી.
♠ ઈ.સ. ૧૯૫૭માં ફ્લ્યૂના રોગચાળા દરમિયાન તેણે સખત મહેતન કરીને ફ્લ્યૂની રસી શોધી. આ બદલ તેને અમેરિકાનો સર્વિસ એવોર્ડ મળેલો.
♠ ઈ.સ. ૧૯૬૩માં તેની પુત્રીને ચામડીનો રોગ થયો. પુત્રીના રોગનો અભ્યાસ કરીને તેણે મમ્પ્સની રસી શોધી કાઢી. તેની સાથે મિસલ્સ અને રૃબેલાની રસી પણ શોધી.
♠ ૧૯૮૧માં હિલેમેને હિપેટાઈટીસ બીની રસી શોધી. વિશ્વમાં ૨૫૦ દેશોએ તેનો લાભ લીધો.
♠ જીવનભર સતત સખત મહેનત કરીને તેણે સંખ્યાબંધ રસી શોધેલી. તેણે ઘણા રાષ્ટ્રીય સંસ્થાનોમાં સલાહકાર તરીકે સેવાઓ આપેલી.
♠ હિલેમેને લશ્કરી સેનાની શિસ્તપૂર્વક કામ કરેલું તેને પ્રસિધ્ધિની ભૂખ નહોતી. એકપણ રસીનું નામ તેના નામ ઉપરથી રાખ્યું નહી. તે અમેરિકી નેશનલ એકેડેમી ઓફ સાયન્સનો સભ્ય હતો. તેના યોગદાન બદલ તેને સંખ્યાબંધ એવોર્ડ અને સન્માન મળેલા.
♠ ઈ.સ. ૨૦૦૫ના એપ્રિલની ૧૧ તારીખે તેનું અવસાન થયેલું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.