ભારતની આજે અવકાશ-વિજ્ઞાનમાં જે કંઈ સિદ્ધિ છે તેનાં મૂળ વિક્રમ સારાભાઈએ નાંખ્યા હતા. એટલે એમને અવકાશ-વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે.
♠ વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨ ઓગષ્ટ ૧૯૧૯ના રોજ થયો હતો. તે.મના પિતાનું નામ અંબાલાલ સારાભાઈ અને માતા સરલા સારાભાઈ.
♠ તેમણે મેટ્રીક થયા પછી અમદાવાદની ગુજરાત કોલેજમાં ઈન્ટરમિડિયેટ સાયન્સની પરીક્ષા પાસ કરી. ત્યાર પછી લંડનની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની સેન્ટ જોન્સ કોલેજમાં વિજ્ઞાનનો વધુ અભ્યાસ ચાલુ કર્યો. બીજા વિશ્વયુદ્ધ વખતે મુશ્કેલી સર્જાતાં તે પાછા આવી ગયા.
♠ ૧૯૪૨માં મૃણાલિની સારાભાઈ સાથે તેમના લગ્ન થયા. એ સમયે આઝાદીની લડત ચાલુ થઈ અને આખો પરિવાર એમાં જોડાઈ ગયો.
♠ વિશ્વયુદ્ધ શાંત પડતાં તેમને અભ્યાસ માટે વળી લંડન ગયા અને અવકાશ વિજ્ઞાનનો અભ્યાસ કરી ૧૯૪૭માં સ્વતંત્ર ભારતમાં પાછા ફર્યા. તેમને ખાતરી થઈ કે દેશના વિકાસ માટે અવકાશ કાર્યક્રમ વિકસાવવો જ પડશે.
♠ તેમણે અમદાવાદમાં ફિઝિકલ રીસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી.
♠ વિજ્ઞાનના વીકાસમાં ફાળો આપવાની સાથે તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ), નહેરૂ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓની સ્થાપના કરી જે વિશ્વ પ્રસિદ્ધ બની. ત્યાર પછી તેમણે અમદાવાદ ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ એસોસિયેશન(અટિરા) અને સેન્ટર ફોર એન્વાયર્ન્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી(સેપ્ટ) તથા અંધજન મંડળની સ્થાપના પણ કરી હતી.
♠ એમના પ્રયાસોથી જ અમદાવાદમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) સ્થપાયું.
♠ દેશના વિકાસ માટે વિજ્ઞાનના વિકાસ અને તમામ ક્ષેત્રે ટેકનોલોજીનો વિકાસ કરવાના ભગીરથ પ્રયાસ તેઓ કરતા રહ્યા.
♠ આખરે ૩૧ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ કદવાલમ ખાતે તેમનું નિધન થયું હતું.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 6 August 2016
♥ ભારતમાં અવકાશ વિજ્ઞાનના જનક : વિક્રમ સારાભાઈ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.