આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 6 August 2016

♥ પ્લૂટો મિશનના નામે અતૂટ એવો ગિનેસ રેકોર્ડ ♥

નાસા માટે અત્યારે ઉજવણીનો સમય ચાલે છે. હમણાં જ એપોલો ૧૧ ચન્દ્ર પર ઉતર્યું એની ૪૭ની એનિવર્સરી ઊજવાઈ,  મંગળ ઉપર રોબોટિક વાહન ઉતર્યાને ૪૦ વર્ષ પૂરા થયા એની ઉજવણી કરવામાં આવી. હવે નાસાના પ્લૂટો મિશનને ગિનેસ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે સાચી રીતે જોઈએ તો આ મિશનને નહીં પ્લૂટો તરફ રવાના થયેલા અવકાશયાન ન્યૂ હોરાઈઝન્સમાં મૂકવામાં આવેલી ટપાલ ટિકિટના નામે લાંબામાં લાંબી અવકાશી મુસાફરીનો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે.

વાત એમ વછે કે ૧૯૯૧માં જ્યારે ન્યૂ હોરાઈઝન્સ યાન પ્લૂટોની મુલાકાત લેવા રવાના થયું ત્યારે અમેરિકાની સરકારે પ્લૂટો નોટ યટ એક્સ્પોર્ડ નામની ટપાલ ટિકિટ બહાર પાડી હતી અને એવી એક ટિકિટ યાનમાં મૂકવામાં આવી હતી. જુલાઈ ૨૦૧૫માં ન્યૂ હોરાઈઝન પ્લૂટોની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું એ પછી આ ટિકિટ ટપાલખાતા દ્વારા રદ કરી દેવામાં આવી હતી. આ ટપાલ ટિકિટે અવકાશમાં ૪૪.૧ કરોડ કિલોમીટરની મુસાફરી કરી લીધી છે. પૃથ્વી ઉપરની કોઈ વસ્તુ અવકાશમાં કદી આટલે દૂર ગઈ નથી. જોકે આ રેકોર્ડ નોંધવાની સાથે જ જાહેર કરવામાં આવ્યું કે આ યાન જાન્યુઆરી ૨૦૧૯માં કૂઈપર બેલ્ટ સુધી પહોંચશે ત્યારે આ ટપાલ ટિકિટ પોતાનો જ રેકોર્ડ તોડીને ૧૦૦ કરોડ કિલોમીટરની મુસાફરીનો નવો રેકોર્ડ નોંધાવી દેશે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.