♦ જ્યાં નદી, દરિયા કે તળાવનો કિનારો હોય ત્યાં કાદવવાળા ભાગમાં ટિટોડી જેવું આ પંખી દોડાદોડ કરતું દેખાય છે. જોકે એ ટિટોડી નથી. ટિટોડીના પગ લાંબા બગલા જેવા હોય છે અને ચાંચ તથા આંખ પાસે લાચટ્ટક પટ્ટી હોયછે, માથે કાળી પટ્ટી અને છાતી કાળી હોય છે. સેન્ડપાઈપરના પગ મરઘી જેવા નાના હોય છે. ચાંચનો રંગ કાળો હોય છે, છાતીનો ભાગ તદ્દન સફેદ અને માથું તથા પીટ ભૂખરા રંગની હોય છે.
♦ કોમન સેન્ડપાઈપર આમ તો મૂળ યુરોપ અને અમેરીકાનું વતની છે, પરંતુ હવે દક્ષિણ એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સુધી જોવા મળે છે. એની ટેવ બિલકુલ ટિટોડીને મળતી આવે છે. તે જમીન ઉપર જ ઝાંખરાં ભેગાં કરીને માળો બનાવે છે અને તેમાં ઈંડા મૂકે છે. સતત ચકલી જેવા તીણા અવાજે ટી ટી ટી ટીઈઈટ… ટીટીટી ટી ટી ટી બોલ્યા કરે છે.
♦ આ પંખી કાબરથી મોટું અને કાગડાથી નાનું હોય છે. તેની ચાંચથી પૂંછડી સુધીની લંબાઈ ૮.૨૫ ઈંચની હોય છે. અને વજન ૭૦ ગ્રામ જેટલું હોય છે.
♦ આ પંખીઓ ધરતીમાંથી કીટક શોધીને ખાતા હે છે. એમાં સરળતા રહે એ માટે જળાશયોની નજીક જ રહે છે, જેથી કાદવ જેવી નરમ ધરતીમાંથી ખોરાક સરળતાથી મળતો રહે. એના પાતળા પગ વડે એ રતી પર દોડતું હોય તો બે ઘડી જોયા કરવાનું મન થઈ જાય એવું સરસ લાગે છે.
♦ પ્રજનની ઋતુમાં માદા ત્રણ, ચાર કે પાંચ ઈંડા મૂકે છે. નર ઈંડાની રખેવાળીમાં સતત સજાગ રહે છે.
♦ અમેરિકામાં થતા કોમન સેન્ડપાઈપરની છાતી પર કાળા ટપકાં જોવા મળે છે. તેને સ્પોટેડ સેન્ડપાઈપર હે છે.
♦ આ પંખીની માદા ચાર-પાંચ નર સાથે સંવનન કરી બધાના ભેગા પાંચ-છ ઈંડા મૂકે છે. આ ઈંડાની ચારેય નર ભેગા મળીને રખેવાળી કરે છે. ૨૨થી ૨૪ દિવસમાં ઈંડામાંથી બચ્ચાં નીકળી આવે છે. ઈંડામાંથી નીકળ્યા પછી ૩૦ મિનીટમાં એ દોડવા માંડે છે અને ૨૭ દિવસમાં તો ઉડતા થઈ જાય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 6 August 2016
♥ કોમન સેન્ડપાઇપર ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.