દિલ હૂમ હૂમ કરે… ગભરાયે… અને એક કલી દો ૫ત્તિયાં નાજુક નાજુક ઉંગલિયાં… જેવાં ગીતો જેણે સાંભળ્યા એ ભૂલી શક્યા નથી. આવાં મધુર ગીતોથી આખા ભારતનું અને વિશ્વભરના સંગીતરસિયાઓનું મન મોહી લેનાર ગાયક ભૂપેન હઝારિકા મૂળ આસામના હતા. તેઓ પોતે ગીતકાર, સંગીતકાર અને અભિનેતા પણ હતા.
♣ તેમનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૨૬ના દિવસે આસામના સાદિયા નામના નગરમાં થયો હતો.
♣ પિતાનું નામ નીલકાન્ત અને માતાનું નામ શાંતિપ્રિયા હતું. દસ ભાઈ-બહેનોમાં ભૂપેન સૌથી નાના હતા.
♣ પિતા મૂળ શિવસાગર જિલ્લાના નઝરિયા નગરના હતા. તેમણે ગુવાહાટીની કોટન કોલેજમાં ઈન્ટરમિડિયેટ આર્ટ્સનો અભ્યાસ કર્યો,પછી તરત ૧૯૪૨માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બેચલર અને માસ્ટર ડીગ્રી મેળવી. ત્યાર પછી અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનનો કોર્સ કર્યો હતો.
♣ ગીતલેખન અને ગાયનનો શોખ એવો હતો કે તેમણે માત્ર ૧૧ વર્ષની ઉંમરે ૧૯૩૭માં ઓલ ઈન્ડિયા રેડિયો પર ગાયક તરીકે કામ કરવા માંડયું હતું.
♣ આસામી ફિલ્મમાં બાળકલાકાર તરીકે પણ ચમક્યા હતા. પછીથી આસામી ફિલ્મોમાં ગાયક અને ગીતકાર-સંગીતકાર તરીકે કાઠું કાઢવા લાગ્યા.
♣ ૧૯૫૦થી ૬૦ના દાયકામાં આસામ વિધાનસભાની ચુંટણી લડીને જીત્યા હતા. આસામ સાહિત્ય પરિષદના પ્રમુખ પણ ચુંટાયા હતા.
♣ ૧૯૬૦થી ૭૦ના દાયકામાં હિન્દી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક ગુરૃદત્તે ભૂપેન હઝારિકાની મુલાકાત પોતાની ભાણેજ કલ્પના લાજમી સાથે કરાવી. ત્યારે કલ્પના લાજમી હિન્દી ફિલ્મ બનાવવા મથી રહ્યાં હતાં. કલ્પનાના કારણે ભૂપેનની હિન્દી ફિલ્મોની જાણીતી હસ્તીઓ સાથે ઓળખાણ થઈ અને હિન્દીમાં ગીતલેખન તથા ગાયનનું નાનું-મોટું કામ મળવા લાગ્યું.
♣ કલ્પના લાજમીની ૧૯૮૬માં રજુ થયેલી ફિલ્મ, એક પલનું સંગીત ભૂપેન હઝારીકાએ આપ્યું હતું. દરમિયાન દૂરદર્શન માટે સિરિયલ બનાવવાનું કામ પણ તેમણે આદર્યું હતું.
♣ ૧૯૯૩માં કલ્પના લાજમીની રૂદાલી ફિલ્મ રજુ થઈ અને ભૂપેન હઝારિકા, દિલ હૂમ હૂમ કરે… જેવા હૃદયસ્પર્શી ગીતોથી બધાના મનમાં વસી ગયા. કલ્પના સાથે એમના સબંધો આજીવન રહ્યા. કલ્પનાની ૨૦૦૧માં રજુ થયેલી ફિલ્મ, દમનમાં પણ સંગીતકાર ભૂપેન હઝારિકા જ રહ્યા.
♣ પોતાના એ સુવર્ણકાળમાં ભૂપેન હઝારિકા ૨૦૦૪માં ભાજપની ટિકીટ ઉપર ગુવાહાટીથી લોકસભાની ચૂંટણી પણ લડયા હતા.
♥ મળેલા એવોર્ડ ♥
૧૯૭૫માં શ્રેષ્ઠ સંગીતકાર - નેશનલ ફિલ્મ એવોર્ડ,
૧૯૮૭માં સંગીત નાટક અકાદમી એવોર્ડ,
૧૯૯૨માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ,
૧૯૯૭માં પદ્મશ્રી,
૨૦૦૧માં પદ્મભુષણ
♣ ૫ નવેમ્બર ૨૦૧૧ના રોજ અવસ્થાના કારણે મલ્ટિપલ ઓર્ગન ફેઈલ્યોરના કારણે તેમનું મુંબઈમાં અવસાન થયું હતું. ૨૦૧૨માં સરકારે તેમને પદ્મવિભૂષણનો ખિતાબ જાહેર કર્યો હતો.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 6 August 2016
♥ હૃદયસ્પર્શી અવાજના સ્વામી : ભૂપેન હઝારિકા ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.