આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 6 August 2016

♥ સતત 240 કલાકનો ડીજેઇંગ રેકોર્ડ ♥

આખી રાત ડીજે તરીકે કામ કરવાનો રેકોર્ડ અત્યાર સુધી પોલેન્ડના નોર્બટ સ્લ્માજના નામે હતો. તેણે સતત ૪૦ કલાક ડીજેઈંગ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. હવે એ રેકોર્ડ જોરદાર રીતે તૂટી ગયો છે.

૧૧ જુલાઈ ૨૦૧૬ના રોજ નાઈજેરિયન ડીજે ઓબીએ સળંગ ૨૪૦ કલાક ડીજેઈંગ કરીને એવો રેકોર્ડ સર્જી દીધો છે કે જેને તોડવો લગભગ અશક્ય બની ગયો છે.

આ ડીજેએ સ્પેનના બિલારીક ટાપુ ઉપર આવેલી, સ્પેસ ઈબીઝા નામની ડિસ્કો ક્લબમાં આ પરાક્રમ કરી બતાવ્યું છે.

આ ક્લબમાં ડીજે તરીકે સતત લોકોનું મનોરંજન કરવાની હરીફાઈ હતી. તેમાં ડીજે ઓબીએ દિવસ-રાત લોકોનું મનોરંજન કરતા રહીને દસ દિવસ અને રાત ડીજેઈંગ કર્યું.  

પરિણામે હવે એનું નામ સતત ૨૪૦ કલાક ડીજેઈંગ કરવા બદલ ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા જઈ રહ્યું છે.

તેને દર કલાકે પાંચ મિનીટની રિસેસ આપવામાં આવી હતી. તેમાં એ ખાઈ શકે, ઝોકું મારી શકે, વોશરૂમ જઈ શકે. દરરોજ સવારે એક બ્રેકમાં એનું મેડિકલ ચેકઅપ કરવામાં આવતું. જેથી એના શરીરમાં કોઈ ગરબડ થઈ રહી હોય તો પકડાઈ જાય. પરંતુ ઓબીને કશી જ ગરબડ નહોતી થઈ.

ડીજેઈંગની શરત એ હતી કે ગીત વાગતું હોય ત્યારે ઓછામાં ઓછી એક વ્યક્તિ ફ્લોર પર ડાન્સ કરતી હોવી જોઈએ. અને એક વખત જે ગીત વગાડયું હોય એ ઓછામાં ઓછા ચાર કલાક સુધી ફરી ન વાગવું જોઈએ. એટલે ઓબીએ સારામાં સારું ગીત દર વખતે પસંદ કરવું જરૂરી હતું.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.