આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 12 August 2016

♥ ગુજરાતનું દરિયાઈ અમરનાથ, 150 ફૂટની ગુફામાં મહાદેવ ♥

ભાવનગર: શ્રાવણ મહિનામાં શિવભક્તો ભક્તિમાં લીન છે ત્યારે ભાવનગર જિલ્લામાં દયાળ ગામના દરિયાકાંઠે 150 ફૂટ ઊંડી ગુફામાં આવેલા મિની અમરનાથ જેવા રતનેશ્વર મહાદેવના દર્શનનો લહાવો લેવા જેવો છે. મહુવાથી ગોપનાથ તરફ દરિયે ચાલતા ઊંચા કોટડા પહેલા આ પૌરાણિક સ્થાન આવે છે. ખડકો વચ્ચે ગુફા આવેલી હોવાથી ઓટના સમયે દુર્ગમ યાત્રા કરીને દર્શન કરી શકાય છે.


ગુફામાં પહોંચીને દર્શન કરવામાં  રિયલ એડવેન્ચર છે

ભરતી સમયે તો ગુફામાં પણ પાણી રહે છે, માટે તેના ખડક ઉપર બહાર પણ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જેથી ભક્તોને ખાલી હાથે પાછા ન ફરવું પડે. મૂળ દયાળ ગામના નિવાસી અને હાલ મહુવાના મહેશભાઈ દોલતરાય મહેતા પરિવાર તરફથી રત્નેશ્વર મહાદેવનો 6 વર્ષ પૂર્વે જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. જો કે જે રીતે ટટ્ટુ ઉપર બેસીને અમરનાથ યાત્રા કરવામાં કે તેની તસ્વીરો જોઈને દર્શન કરવામાં સાચી મજા નથી એ જ રીતે અહીં પણ ઉપરથી દર્શન કરવા કરતાં ઓટ સમયે અલૌકિક વાતાવરણ વચ્ચે ગુફામાં પહોંચીને દર્શન કરવામાં  રિયલ એડવેન્ચર છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.