આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 12 August 2016

♥ 400 વર્ષની છે આ ગ્રીનલેન્ડ શાર્ક, એક વર્ષમાં વધે છે 1 સેમી !!! ♥

સૌજન્ય

''દિવ્ય ભાસ્કર''

મરીન લાઈફ પર રિસર્ચ કરતા સાયન્ટિસ્ટને એક અનોખું પ્રાણી જોવા મળ્યું જેની ઉંમર 400 વર્ષ હતી. રિસર્ચર્સની આ ટીમ 28 દરિયાઇ જીવો પર અભ્યાસ કર્યો હતો. સાયન્ટિસ્ટનું કહેવું છે કે ગ્રીનલેન્ડ શાર્ક નામનો આ દરિયાઈ જીવ સૌથી વધારે જીવતુ પૃષ્ઠવંશી પ્રાણી છે. રિસર્ચર્સે 28 પ્રાણીઓની ઉંમર જાણવા માટે રેડિયોકાર્બનનો ઉપયોગ કર્યો હતો. જેમાં તેમને એક નવી વાત જાણવા મળી કે માદા ગ્રીન શાર્કની ઉંમર 400 વર્ષની હતી. તે દર વર્ષે માત્ર 1 સેમી જેટલી જ લાંબી થાય છે. એટલું જ નહીં તેને સેક્સુઅલ મેચ્યુરિટી છેક 150માં વર્ષે આવે છે.


શું કહે છે સાયન્ટિસ્ટ

યુનિવર્સિટી ઓફ કોપહેગનના મરીન બાયોલોજીસ્ટ જુલિયસ નેલ્સને કહે છે કે અમે હંમેશા અમયુઝઅલ  પ્રાણીઓ સાથે જ કામ કરીએ છીએ પણ ગ્રીન શાર્ક વિશે જાણીને અમે બધા સરપ્રાઈઝ છીએ. કારણ કે અત્યારસુધી સૌથી લાંબા જીવતા દરિયાઈ પ્રાણીનો રેકોર્ડ ઇન્વર્ટેબ્રેટ્સ (કરોડ વિનાના પ્રાણી)211 વર્ષની બૉહેડ વ્હેલનો હતો. જ્યારે ઇનઇન્વર્ટેબ્રેટ્સ ( કરોડ વિનાના) પ્રાણીઓમાં 507 વર્ષની મિંગ સૌથી ઉંમર લાયક હતી.


કેવી રીતે જાણે છે ઉંમર

માછલીઓની ઉમર મોટાભાગે ઓટોલિથ્સ તરીકે ઓળખાતા ઇયરબોન્સ પરથી નક્કી કરવામાં આવે છે.  જેમાં તેમના શરીરમાં ઉપસેલી રિંગ પરથી ઉંમરનો અંદાજ લગાવી શકાય છે.  આમ તો શાર્કનું શરીર થોડું હાર્ડ હોવાથી તે ઇઝિલી જાણી શકાય છે. પરંતુ ગ્રીનલેન્ડ શાર્ક તો બહુ જ સોફ્ટ હોવાથી તેની ઉંમર જાણવાનું સાયન્ટિસ્ટ માટે પણ અઘરું હતું.

તેથી ટીમે તેની આંખોથી ઉમર જાણવાનો પ્રયાસ કર્યો. ગ્રીન શાર્કની આંખોના લેન્સ પ્રોટિનના બનેલા હોય છે અને તે ત્યારથી બનતા હોય છે જ્યારે બચ્ચુ તેની માતાના ગર્ભમાં હોય છે. જેના પરથી અમે તેની અંદાજીત ઉમર જાણી શક્યા. જે પરથી એવો અંદાજ લગાવવામાં આવ્યો કે તેની ઉંમર 400 વર્ષની હોવી જોઈએ. એનો અર્થ એ કે તે 1501થી 1744ની વચ્ચેના સમયમાં જન્મેલી હોવી જોઈએ. જો કે આ પ્રજાતિ બહુ દુર્લભ છે. ગ્રીન લેન્ડ શાર્ક ધીમે ધીમે તરે છે. તે મોટેભાગે નોર્થ એટલાન્ટિકના ઠંડા અને ઊંડા પાણીમાં જોવા મળે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.