આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 12 August 2016

♥ અનોખુ મંદિર,જ્યા છે 1 કરોડ શિવલીંગ ♥

કર્ણાટકના કોલાર જિલ્લામાં કામ્માસાંદરા ગામમાં કોટિલિંગેશ્વર ધામ મંદિર આવેલુ છે. પાવન, સુંદર અને શાંત પ્રકૃતિમાં સ્થિત છે મહાદેવનું આ અનોખું મંદિર. આ મંદિરમાં મોજૂદ છે દુનિયાનું સૌથી ઊંચુ શિવલિંગ અને આશરે 1 કરોડ શિવલિંગ. આ મંદિરમાં પ્રવેશ કરતાં જ ભક્તો મંદિરના આકારને જોતાં જ રહી જાય છે કારણ કે અહીં મુખ્ય મંદિરનો આકાર જ શિવલિંગના રૂપમાં છે. અહીં વિશ્વનું સૌથી ઊંચુ શિવલિંગ પણ છે. શિવલિંગ રૂપમાં આ મંદિરની ઊંચાઈ 108 ફુટ છે જેના દર્શન કરી ભક્ત શિવમય થઈ જાય છે. શિવલિંગની પાસે 35 ફુટ ઊંચાઈવાળા નંદીની પ્રતિમા છે. શિવલિંગની પાસે માતાજી, શ્રીગણેશ અને શ્રી કુમારસ્વામીની પ્રતિમાઓ સ્થાપિત છે.

આ મંદિરના દરેક ખૂણામાં તમને મહાદેવ દેખાશે, કારણ કે અહીં આશરે 1 કરોડ શિવલિંગ મોજૂદ છે. આ શિવલિંગની પણ અલગ કથા છે.


માનવામાં આવે છે કે ગૌતમ ઋષિએ ઈન્દ્રને શ્રાપ આપ્યો હતો,  આ શ્રાપથી મુક્તિ મેળવવા ઈન્દ્રએ કોટિલિંગેશ્વર મંદિરમાં શિવલિંગ સ્થાપિત કર્યુ હતું અને 10 લાખ નદિઓનાં પાણીથી શિવલિંગને અભિષેક કર્યો હતો, ત્યારથી આજ સુધી તે શિવલિંગ અહીં મોજૂદ છે.

આ જ કારણથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા પર પોતાની શક્તિ મુજબ અહીં 1 ફુટથી લઈને 3 ફુટ સુધીના શિવલિંગની સ્થાપના કરે છે. મંદિરમાં આશરે 1 કરોડ શિવલિંગ છે અને  સંખ્યા દિવસે દિવસ વધી રહી છે.



                       35 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા



No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.