શિમલા/બરઠીઃ હિમાચલ પ્રદેશના હમીરપુરમાં એક પાડાની કિંમત તેના માલિકે 5 કરોડ રૂપિયા રાખી છે. માલિક સાહેબ સિંહે આ પાડા માટે મળેલી 1 કરોડ 37 લાખની રૂપિયાની ઓફરનો ઈન્કાર કર્યો હતો. માલિક સાહેબે 8 વર્ષ અગાઉ હરિયાણાથી 87 લાખમાં એક ભેંસ ખરીદી હતી. જેણે 2.5 વર્ષ અગાઉ એક પાડાને જન્મ આપ્યો હતો.
જાણો કેમ 5 કરોડની કિંમત જ ઈચ્છે છે પાડાનો માલિક
- માલિક સાહેબે પાડાનું નામ રાંઝા રાખ્યું છે. જેને વેચવા માટે ગયા શુક્રવારે હરાજીનું આયોજન કર્યું હતું.
- માલિક સાહેબને ઘણા રાજ્યોમાંથી ફોન આવે છે પરંતુ તેઓ 5 કરોડથી ઓછી કિંમતે આ પાડાને વેચવા નથી માગતા.
- સાહેબ સિંહ પ્રમાણે, પાડાના શુક્રાણુઓના ઈન્જેક્શન બનાવી વેચી શકાય છે.
- મુર્રા નસ્લના આ પાડાના શુક્રાણુઓના ઈન્જેક્શનને કારણે પૈદા થનારી નસ્લ પ્રમાણમાં વધુ દૂધ આપે છે તેવો તેમણે દાવો કર્યો હતો.
- રાંઝા માટે લાગેલી બોલીનો પ્રારંભ 52 લાખથી શરુ થયો અને 1.37 કરોડ સુધી ચાલી. જેમાં પંજાબના પરમજીત અને સુરેન્દ્ર બોલી લગાવતા રહ્યાં હતા. જોકે માલિક સાહેબે અંતિમ બોલી 1.37 કરોડની ઓફરને સ્વીકારી નહોતી.
રાંઝા પાછળ થાય હજારોનો ખર્ચ
- રાંઝાના માલિક સાહેબ સિંહ સોનીએ જણાવ્યું કે, 6 મહિના બાદ રાંઝાની ફરીવાર બોલી લગાવવામાં આવશે.
- રાંઝા હાલ 2 વર્ષ 7 મહિનાનો છે. આ હરાજી 4 વર્ષનો થશે ત્યાંસુધી ચાલતી રહેશે.
- સાહેબ સિંહના મતે પાડાની પાછળ રોજ 1500-2000 હજારનો ખર્ચ થાય છે.
- એક દિવસમાં રાંઝા અડધો કિલો દેશી ઘી, 5 કિલો ચણા અને સોયાબીન, 5 કિલો ખલ, 10 લીટર દૂધ પી જાય છે.
- રાંઝાની રોજ માલિશ માટે 2 કિલો તેલ વાપરવામાં આવે છે.
- ધારાસભ્ય બંબર ઠાકુરે જણાવ્યું કે, આ પાડો હિમાચલના ગૌરવનો વિષય છે. આજે જ્યારે લોકો ખેતીવાડી છોડી નોકરી તરફ દોડે છે ત્યારે સાહેબ સિંહનો પરિવાર પ્રશંસાને પાત્ર છે.
- આ પરિવારે સાબિત કરી આપ્યું કે, આજના સમયમાં પણ ખેતીવાડી અને પશૂપાલન થકી રોજગાર મેળવી શકાય છે. આપણે પશુઓને દેખરેખ કરવાનું શીખવું પડશે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Friday, 12 August 2016
♥ 5 કરોડનો પાડો !!!! ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.