આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 23 July 2016

♥ પ્રાણીઓ વિશે નવાઈની વાત ♥

પૃથ્વી પરના સસ્તન પ્રાણીઓના ૨૩ ટકા પ્રાણીઓ ઊડી શકે છે. આ વાત સાંભળીએ તો નવાઈ લાગે પણ વાત સાચી છે. 

ઊડી શકનાર એકમાત્ર સસ્તન પ્રાણી ચામાચિડીયા પૃથ્વી પરના સસ્તન પ્રાણીઓની વસતીનો ૨૩ ટકા ભાગ રોકે છે.

ઓસ્ટ્રેલિયામાં માણસો કરતા ઘેટાંની વસતી વધુ છે ત્યાં ૧૪.૭ કરોડ ઘેટા છે એટલે કે એક માણસદીઠ ૮થી ૯ ઘેટાં.

સ્પર્મ વ્હેલ દરિયામાં દોઢ કિલોમીટરની ઊંડાઈએ બે કલાક સુધી રહી શકે છે.

ચિમ્પાન્ઝી ઉંમર વધે ત્યારે ટાલિયા થઈ જાય છે.

માદા કાંગારૂ જુદી જુદી વયના બચ્ચા માટે એક સાથે બે પ્રકારનું દૂધ આપે છે.

કીડીખાઉ એકમાત્ર એવું સ્થળચર છે કે જેને દાંત નથી.

ઉંદર અને સસલા જેવા કાતરી ખાનારા નાનાં  પ્રાણીઓ કરોડો ટન અનાજ અને ઊભા પાકને નુકસાન કરે છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.