♦ રોજીંદા ઉપયોગમાં આવતા ઘણા સાધનોમાં વીજળી અને ચુંબકત્વનો ઉપયોગ થાય છે. વીજળી અને ચુંબકત્વ બંને એકબીજાની પૂરક શક્તિઓ છે. વિજ્ઞાનીઓએ કદાચ આ બંને શક્તિનો વર્ષો સુધી સૌથી વધુ અભ્યાસ કર્યો છે. તેના પરિણામે આજે આપણી પાસે ટી.વી., રેડિયોથી માંડી મોબાઇલ ફોન અને કમ્પ્યુટર છે. આ ક્ષેત્રમાં મહત્ત્વની શોધો કરનાર વિજ્ઞાનીઓમાં એડવીન હર્બર્ટ હોલ અગ્રણી વિજ્ઞાની છે. ધાતુમાં વીજળી વહેતી હોય ત્યારે વોલ્ટેજ, કરંટ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો સંબંધ શોધી તેણે ચુંબકીય બળનું પ્રમાણ શોધવાનું સાધન મેગ્નોમીટર શોઘેલું.
♦ એડવીન હોલનો જન્મ અમેરિકાના મેઇન રાજ્યના ગોરહામમાં ઇ.સ. ૧૮૫૫ના નવેમ્બરની ૨૦મી તારીખે થયો હતો.
♦ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. આ અભ્યાસ દરમ્યાન તેણે સોનાની પાતળી પરત પર વીજળીનું વહન કરીને બંને છેડે પેદા થતા કરંટનું માપ કાઢયું હતું. ધાતુમાં વીજળી વધારે વહે છે ત્યારે તેના બીજે છેડે કરંટમાં ઘટાડો થાય છે. વિવિધ ધાતુઓમાં આ ઘટાડો વધતો ઓછો હોય છે. આ ગુણધર્મને હોલ ઇફેક્ટ કહે છે.
♦ મહત્ત્વના સંશોધન બદલ એડવીનને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે નિમણૂક મળેલી. હોલ ઇફેક્ટના સિદ્ધાંતમાં આજે ઘણા સાધનોમાં મેગ્નેટિક ફિલ્ડ સેન્સરોનો ઉપયોગ થાય છે.
♦ ઈ.સ. ૧૯૨૧ સુધી સેવાઓ આપી તે નિવૃત્ત થયેલા ઇ.સ. ૧૯૩૮ના નવેબરની ૨૦મી તારીખે તેમનું અવસાન થયું હતું.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 23 July 2016
♥ હોલ ઇફેક્ટનો શોધક : એડવીન હર્બર્ટ હોલ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.