સ્વચ્છતા માટે સાબુ આપણી રોજીંદી જરૃરિયાત છે. સાબુનો ઉપયોગ હજારો વર્ષથી થાય છે તેમ સાંભળો તો નવાઈ લાગે પરંતુ હજાર વર્ષ પહેલાં પ્રાચીન બેબીલોનમાં સાબુ વપરાતો અને તેના અવશેષો પણ મળ્યા છે. તે જમાનામાં સાબુ કીમતી ચીજ ગણાતો. રાજા મહારાજાઓ અને શ્રીમંતો જ સાબુ વાપરતા એમ કહેવાય છે.
સાબુની શોધ કોઈ વિજ્ઞાનીએ કરી હોય તેમ નોંધાયું નથી. પૂરાણ કાળમાં રોમન સંસ્કૃતિમાં માઉન્ટ સેંપો નામના પર્વત પર મંદિરમાં લોકો પશુનાં બલિ ચઢાવતા. પર્વત પર પ્રાણીઓના મૃતદેહની ચરબી નદીઓના પ્રવાહમાં ભળતી તેનાથી કપડા સારા ધોવાતા. રોમનોએ આ વાત જાણ્યા પછી પ્રાણીઓની ચરબી, તેલ અને રાખ ભેળવીને ટીકડી સ્વરૃપે સાબુ બનાવેલો પેલા પર્વતના નામ ઉપરથી તેને સોપ કહેતા. પ્રાચીન મિસરમાં સુગંધીદાર તેલ અને અત્તર ભેળવીને સુગંધી સાબુ બનતા.
આજે ઉપયોગમાં લેવાય છે તેવા સાબુ ઈ.સ. ૧૭૬૧માં ફ્રેન્ચ રસાયણ શાસ્ત્રી નિકોલસ બેબ્લાંકે શોધેલો. તેણે મીઠામાંથી સોડા એશ બનાવી તેમાં ચરબી અને તેલનો ઉપયોગ કરી તેલિયા સાબુ બનાવવાનો ઉદ્યોગ શરૃ કરેલો.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 23 July 2016
♥ સાબુ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.