→ તીખું તમતમતું ખાવાથી જીભ પરની સ્વાદકલિકાના કોષો મગજને સાંકેતિક સંદેશો મોકલે છે કે કશુંક તીખા સ્વાદવાળું ખાવામાં આવ્યું છે. તીખાશને કારણે મોંમાં થતી બળતરા થોડો વખત ચાલુ રહે છે. આ બળતરા દૂર કરવા માટે આપણે પાણી પીએ છીએ અથવા ગોળ-સાકર જેવો ગળ્યો પદાર્થ ખાઈએ છીએ. ગળપણ ખાધા પછી સ્વાદેન્દ્રિય ઉત્તેજિત થઈને મગજને નવેસરથી સંદેશો મોકલે છે કે હવે તીખાશ દૂર થઈ છે. દહીં કે ઠંડું દૂધ લેવામાં આવે તોપણ તીખાશ દૂર થાય છે, કારણ કે તેના વડે તીખાશ ધરાવતા કણો દૂર થાય છે અને ધોવાઈ જાય છે. આ રીતે તીખાશ દૂર થાય છે અથવા ઘટે છે.
• Reference :- 'Sandesh'
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.