આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 13 June 2015

♥ કોમનવેલ્થ ♥

કોમનવેલ્થ એટલે કે રાષ્ટ્રમંડળ એવા દેશોનો સમૂહ છે, જે ક્યારેક બ્રિટનના તાબા હેઠળ હતા. ભારત પણ આ સમૂહનું સભ્ય છે. કોમનવેલ્થના સભ્ય દેશોની કુલ સંખ્યા ૫૩ની છે. એની મુખ્ય કચેરી લંડન શહેરના મેલબરી હાઉસમાં છે. બ્રિટનનો રાજા કે રાણી એના ઔપચારિક પ્રમુખ હોય છે. હાલમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથ બીજી એની પ્રમુખ છે. કોમનવેલ્થના વધારે પડતા સભ્યો એશિયાઈ અથવા આફ્રિકન દેશો છે. આ બધાની તકલીફો, ખાસ કરીને આર્થિક તકલીફો એક જેવી છે. એટલા માટે એ એક નિશ્ચિત સમય પછી સંગઠનની બેઠક બોલાવે છે અને પોતાની આર્િથક અને રાજનીતિક તકલીફો પર ચર્ચા-વિચારણા કરે છે. પછી એ તકલીફોને હળીમળીને સુલઝાવવાની કોશિશ કરે છે. બેઠક સભ્ય દેશોમાંથી જ કોઈ એક દેશમાં યોજાય છે. દર વર્ષે ૨૪ મેના દિવસે કોમનવેલ્થ દિવસ મનાવવામાં આવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.