
'કોનેયગ્રે કોલરી!' આ એક કોલસાની ખાણનું નામ હતું. ઈ.સ. ૧૭૧૨માં સ્ટેફોર્ડશાયર ટિમટોનની નજીક સર્વપ્રથમ કામ કરતું સ્ટીમ એન્જિન બન્યું હતું. હેતુ હતો, 'કોલી' ખાણમાંથી ભરાયેલા પાણીને બહાર કાઢવાનો અને આ સ્ટીમ એન્જિનના શોધક કે ડિઝાઇનર હતા થોમસ ન્યુકમેન. આ પ્રકારના એન્જિનને કામ કરતું બનાવવા માટે પ્રયોગાત્મક ધોરણે એણે પોતાના જીવનનાં દસ વર્ષનો ભોગ આપ્યો હતો. મૂળભૂત રીતે એનો વિચાર આવા એન્જિનનો ઉપયોગ'કોર્નિશ ટીન ખાણો'માંથી પાણીને બહાર ખેંચી કાઢવાનો હતો. જોકે, કોર્નવોલ પાસે કોલસો ન હતો. કોલસો ભારે મૂલ્ય ચૂકવી સમુદ્ર માર્ગે આયાત કરવો પડતો હતો અને ન્યુકમેનનું એન્જિન કાર્ય કરવા તત્પર પણ હતું. સ્ટેફોર્ડશાયરની નજીકમાં અસંખ્ય કોલસાની ખાણો આવેલી હતી અને આથી આ એન્જિનનો ત્યાં જ પ્રથમ વખત ઉપયોગ થયો. ન્યુકમેનના આવિષ્કારની અગત્યતા એ હતી કે, આ ખાણોમાંથી પાણી ખેંચી કાઢી ખાણોને સ્વચ્છ રાખવી. આ એન્જિનની મદદથી કોલસો પહેલાં કરતાં હવે વધુ ઊંડેથી ખોદાવા લાગ્યો હતો.
જેમ્સ વોલ્ટ દ્વારા સ્ટીમ એન્જિનમાં સુધારાઓ થયા. જેમ કે, એને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે જેમ્સે એન્જિનમાં સિલિન્ડર (નળાકારના)ના સ્થાને સ્ટીમ (વરાળ) કન્ડેન્સ (સઘન)ને એક અલગ સાવ નજીક રહેલા આઘાતમાં રાખ્યાં અને વરાળનો ઉપયોગ નીચા દબાણે કર્યો કે જેથી પિસ્ટન ગતિ ધારણ કરે.
રેલવેના લોકોમોટીવ એન્જિન માટે જ્યોર્જ સ્ટિફનસન એક સર્વોચ્ચ ડિઝાઇનર હતા. એનું લોકોમોટીવ નંબર એક આ સ્ટીમ એન્જિન દ્વારા જ સર્વપ્રથમ ટ્રેન સ્ટોકટોન અને ર્ડાિલન્ગ્ટન રેલવે ઈ.સ. ૧૮૨૫માં ગતિમાન બની હતી. તો આ છે વરાળ યંત્ર અને લોકોમોટીવ વરાળ યંત્રનો ઇતિહાસ.
- સૌજન્ય 'સંદેશ'
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.