→ લેસર એક સૂક્ષ્મ પદાર્થને નુકસાન કર્યા વગર ગરમ કરી શકે છે. તેનો આ ગુણધર્મ કેન્સરના કોષો દૂર કરવામાં તથા પથરીમાં ભરાયેલી ધમનીને સાફ કરવામાં તથા જન્મના ડાઘા દૂર કરવામાં વપરાય છે. આંખના ઓપરેશનમાં, હીરાની ડ્રિલિંગમાં, તાત્કાલિક વેલ્ડિંગમાં, ધાતુ કાપવામાં અને ધાતુ છેદવામાં તેનો ઉપયોગ થાય છે. ન્યુક્લિયર ફ્યૂઝન માટે સસ્તી ઊર્જા પણ લેસરમાંથી જ મળે છે.
→ લેસરનું એક જ કિરણ હજારો સિગ્નલો એકસાથે લઈ જઈ શકે છે. ગોરડન ગુલ્ડે લેસરની શોધ કરી હતી તેની પેટન્ટ માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડયો હતો.
→ ૧૯૮૬માં અમેરિકાની પેટન્ટ ઓફિસે બધા વાંધાઓ કાઢી નાખ્યા પછીના વર્ષે તેને 'ગેસ ડિસ્ચાર્જ લેસર' માટે પેટન્ટ મળી.
→ ૨૮ વર્ષ સુધી પેટન્ટ માટે ઝઝૂમી રહેલા ગોરડન ગુલ્ડેને છેવટે સફળતા મળી હતી.
→ ૧૯૭૭માં તેને ઓપ્ટિક પંપ માટે પેટન્ટ મળી હતી.
→ ૧૯૭૯માં તેણે 'પેટલેક્સ' નામની નવી કંપની ખોલી હતી. ગોરડન વીસમી સદીનો મહત્ત્વનો શોધક ગણાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.