આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 28 June 2015

♥ છત્રીનું અવનવું ♥

♣ વરસાદથી બચવા છત્રીનો ઉપયોગ થાય છે પરંતુ છત્રીની મૂળ શોધ સૂર્યના તડકાથી બચવા માટે થયેલી.

♣ છત્રીને અંગ્રેજીમાં 'અમ્બ્રેલા' કહે છે તેનું બીજું નામ 'પેરાસોલ' છે. પેરાસોલ એટલે સૂર્યના તાપથી બચાવતું છત્ર.

♣ ઉઘાડબંધ થઈ શકે તેવી છત્રીની શોધ ઈસુની પહેલી સદીમાં ચીનમાં થયેલી ત્યારે છત્રીનો ઉપયોગ ઘોડાની બગી પર થતો.

♣ પ્રાચીનકાળમાં મોટાભાગની સંસ્કૃતિમાં રાજા મહારાજાઓના રથ ઉપર છત્રીનો ઉપયોગ થતો.

♣ સળિયાવાળી છત્રીની શોધ ઈ.સ. ૧૮૫૨માં સેમ્યુલ ફોક્સ નામના કારીગરે કરેલી.

♣ શરૃઆતમાં છત્રીના સળિયા બનાવવા વ્હેલના હાડકાંનો ઉપયોગ થતો.

♣ ઈ.સ. ૧૯૨૮માં વિયેનાના એક વિદ્યાર્થી સ્લાવા હોરોવિટ્ઝે વાળીને ખિસ્સામાં મૂકી શકાય તેવી પ્રથમ છત્રી બનાવી.

♣ ગોલ્ફની રમતમાં ૬૦ થી ૭૦ ઇંચના વ્યાસવાળી મોટી છત્રીઓ વપરાય છે.

♣ આજે સૌથી વધુ છત્રીનું ઉત્પાદન ચીનમાં થાય છે.

♣ વિશ્વભરના દેશોમાં નવી નવી જાતની છત્રીઓ બનાવવાનું ચાલુ જ રહે છે. અમેરિકાની પેટન્ટ ઓફિસમાં ૩૦૦૦ જેટલી છત્રી સંબંધી શોધો નોંધાઈ છે.

♣ ૨૦૦૪માં જર્મનીના રોટરડેમના એક કારીગરે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી પંખાવાળી છત્રી બનાવેલી.

* ૨૦૦૫માં નેધરલેન્ડની ડેલ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી જર્વીન હુગેનડૂમે વિમાન આકારની છત્રી બનાવેલી. ઉઘાડબંધ થઈ શકે અને હાથમાં લઈને ફરી શકાય તેવી આ છત્રી ૭૦ થી ૧૦૦ કિલોમીટરના ઝડપી પવનનો સામનો કરી શકે તેવી હતી. આ શોધ બદલ તેને ઘણા એવોર્ડ મળેલા

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.