~~♦ અણુ સિદ્ધાંતનો શોધક - જ્હોન ડાલ્ટન ♦ ~~
→ દરેક પદાર્થ સૂક્ષ્મ અણુઓનો બનેલો છે. એક જ પદાર્થના દરેક અણુનું વજન અને કદ સરખા હોય છે. વિવિધ પદાર્થોના અણુના કદ, વજનમાં વિવિધતા હોય છે. પદાર્થના અણુને બનાવી શકાતો નથી કે તેનો નાશ થતો નથી. આવા અનેક અણુ સિદ્ધાંતોની શોધ થયા પછી વિજ્ઞાન જગતમાં અણુ થિયરીમાં સંખ્યાબંધ ઉપયોગી શોધો થઈ છે. અણુ સિદ્ધાંતની શોધ જ્હોન ડાલ્ટન નામના વિજ્ઞાાનીએ કરેલી.
→ જ્હોન ડાલ્ટનનો જન્મ ઇંગ્લેન્ડના કમ્બરર્લેન્ડ પ્રાંતમાં ઇગલ્સ ફિલ્ડ ખાતે ઇ.સ. ૧૭૬૬ના સપ્ટેમ્બરની ૬ તારીખે થયો હતો. તેના પિતા વણકર હતા. પ્રાથમિક અભ્યાસ એક ખાનગી શાળામાં કર્યો પરંતુ ગરીબ હોવાના કારણે તે ઝાઝુ ભણી શક્યો નહોતો. ૧૦ વર્ષની ઉંમરે તેણે ભણવાનું છોડી એક સમૃદ્ધ પરિવારમાં નોકર તરીકે રહેવું પડયું હતું. જાતે અભ્યાસ ચાલુ રાખીને તે ૧૨ વર્ષની ઉંમરે અન્ય વિદ્યાર્થીઓને ભણાવવા માંડયો અને અંતે એક શાળામાં શિક્ષક તરીકે જોડાયો.
→ ૧૫ વર્ષની ઉંમરે તેણે મોટા ભાઈ સાથે મળીને શાળાની સ્થાપના કરી શિક્ષક તરીકેની આ કારકિર્દીમાં તેણે જાતે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને મેડિકલ કોલેજમાં ભણવા જવાની ઇચ્છા વ્યક્ત કરી પરંતુ અલગ ધર્મ પાળતો હોવાથી કોઈ યુનિવર્સિટીએ તેને પ્રવેશ આપ્યો નહીં.
→ કોઈ પણ શાળા- કોલેજમાં અભ્યાસ કર્યા વિના ડાલ્ટન જ્હોન ગોધ નામના અંધ શિક્ષક પાસેથી વિજ્ઞાન અને ગણિત શીખ્યો. ૨૭ વર્ષની ઉંમરે તેને એક શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી પરંતુ નાણાંના અભાવે આ શાળા પણ બંધ પડી અને ડાલ્ટને ખાનગી ટયુશન આપીને ગુજરાન ચલાવવા લાગ્યો.
→ ડાલ્ટનને ખનિજના સંશોધનમાં રસ હતો. માત્ર૨૧ વર્ષની ઉંમરે ભૂસ્તરશાસ્ત્રના વિવિધ અવલોકનોની નોંધ કરવા લાગ્યો, જીવનભર નોંધ કરીને તેમે બે લાખ જેટલા અવલોકન નોંધ તૈયાર કરી.
→ ડાલ્ટને રંગ અંધાપા વિશે પણ ઉપયોગી સંશોધનો કરેલા ડાલ્ટને અણુ સિદ્ધાંતની શોધ કરીને વિશ્વખ્યાતિ મેળવી.
→ ઇ.સ. ૧૮૪૪ના જુલાઈની ૨૭ તારીખે ડાલ્ટનનું ઊંઘમાં જ અવસાન થયું હતું. ઇંગ્લેન્ડમાં જ્હોન ડાલ્ટનના અનેક સ્મારકો જોવા મળે છે.
♦ સાભાર - ગુજરાત સમાચાર ♦
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.