આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 29 June 2015

♥ અવકાશયાત્રીઓના સ્પેસશ્યૂટની ખૂબીઓ ♥

→ અવકાશયાત્રીઓ અવકાશમાં સફર કરે ત્યારે અવકાશના વિષમ તાપમાન અને હવા વિનાના વાતાવરણનો સામનો કરવો પડે આ સ્થિતિમાં તેમને ખાસ પ્રકારનો પોષાક પહેરવો પડે છે. તેને સ્પેસસૂટ કહે છે. આ સ્પેસ સૂટમાં અનેક ખૂબીઓ હોય છે.

→ ખાલી સ્પેસસૂટનું વજન લગભગ ૧૨૭ કિલોગ્રામ હોય છે. પરંતુ અવકાશમાં તેનું વજન લાગતું નથી.

→ સ્પેસસૂટ પહેરતાં અવકાશયાત્રીઓને ૪૫ મિનિટ જેટલો સમય લાગે છે.

→ સ્પેસસૂટની અંદર હવાનું દબાણ શરીરને અનૂકુળ કરેલું હોય છે. અવકાશયાત્રીને તેમાંથી બહાર નિકળતાં પહેલાં એક કલાક રાહ જોવી પડે છે.

→ સ્પેસસૂટ ગરમીનું પરાવર્તન કરે તેવા તેજસ્વી સફેદ હોય છે.

→ દરેક સ્પેસસૂટ અવકાશયાત્રીના શારીરિક માપ લઇને અલગ અલગ બનાવેલા હોય છે.

→ સ્પેસસૂટ ઓર્થો-ફેબ્રિક, એલ્યુમિનિયમ માયલર, નીયોપ્રિનાયલોન, ડેક્રોન, યુરેથિન નાયલોન, ટ્રાઇકોટ અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરીને બને છે.

→ સ્પેસસૂટમાં હાથમોજાં પણ વિશિષ્ટ હોય છે. તેની આંગળીના ટેરવાંને ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડી મળી રહે તેવા સેન્સરોથી સજ્જ હોય છે.

→ હાથમોજાંના ટેરવા સિલિકોનના બનેલા હોય છે. અવકાશયાત્રી સ્પર્શનો અનુભવ કરે છે.

→ સ્પેસસૂટની હેલમેટમાં ઓક્સિજન ભરી રાખેલો હોય છે.

→ ચંદ્રયાત્રા દરમિયાન ચંદ્રની સપાટી પર ઉતરવા માટેના સ્પેસસૂટમાં પીઠ પાછળ હવા ભરેલી બેગ પણ હતી.

→  સ્પેસ વોક દરમિયાન પહેરવાના સ્પેસસૂટ સાથે ૨૪ જેટલી રોકેટ મોટર જોડેલી હોય છે. જેના દ્વારા અવકાશયાત્રી અવકાશમાં આજુબાજુ ફરી શકે છે.

→ આધુનિક સ્પેસસૂટ કેસરી તેજસ્વી રંગના બનેલા હોય છે

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.