→ ભારતમાં ઓડિશાના દરિયા કિનારા નજીક આવેલું ૧૧૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું ચિલ્કા સરોવર એશિયાનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે.
→ ચિલ્કા સરોવરમાં ૩૫ જેટલી નાની મોટી નદીઓ ભળે છે. બ્રહ્મપુરાણમાં પણ આ સરોવરનો ઉલ્લેખ છે.
→ વિખ્યાત જગન્નાથપુરી નજીક આવેલું આ વિશાળ સરોવર પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર છે. દરશિયાળામાં વિશ્વભરમાંથી લાખો પક્ષીઓ આ સરોવરમાં આવે છે.
→ સરોવરની વચ્ચે નાના મોટા અનેક સમુદ્રો છે.
આ સરોવરના કાંઠે ૮૦૦ જેટલી વનસ્પતિ એવી છે કે અન્ય સ્થળોએ ભાગ્યે જ જોવા મળે.
→ ઈરાવતી ડોલ્ફિન કાળા હરણ, જળ બિલાડી, લીલા કાચબા જેવા ૩૭ જાતના પ્રાણીઓ સરોવરમાં જોવા મળે છે.
→ ૭૨૬ જેટલી જાતના ફૂલછોડ પણ જોવા મળે છે.
→ ૨૦૦૮માં થયેલી ગણતરી મુજબ આ સરોવરમાં ૮૪૦૦૦૦ જેટલાં યાયાવરી પક્ષીઓ જોવા મળ્યા હતા.
→ સરોવરની વચ્ચે આવેલો નાલબાના ટાપુ પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવાયો છે. આ ટાપુ પર મહાકાળી મંદિર આવેલું છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.