* સામાન્ય રીતે સૂર્યના કિરણોથી ફેલાતા અજવાળાને આપણે પ્રકાશ કહીએ છીએ કે જે આપણને દુનિયા જોવા માટે ઉપયોગી થાય છે.
* વિજ્ઞાાનીઓ પ્રકાશને ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કહે છે.
* સફેદ રંગનું સૂર્યકિરણ સાત રંગોનું બનેલું છે.
* પ્રકાશ 'ફોટોન' નામના કણ સ્વરૃપે ગતિ કરે છે.
* પ્રકાશ પારદર્શક કે અર્ધપારદર્શક માધ્યમોમાંથી પસાર થાય ત્યારે વક્રીભવન થાય છે. અપારદર્શક સપાટી પરથી પાછો ફેંકાઈને પરાવર્તન પામે છે.
* શૂન્યાવકાશમાં પ્રકાશ ૩ લાખ કિલોમીટર પ્રતિસેકંડે આગળ વધે છે.
* સૂર્યનો પ્રકાશ દરિયાના પાણીમાં ૮૦ મીટરની ઊંડાઈ સુધી પહોંચી શકે છે.
* વનસ્પતિ સૂર્યપ્રકાશ સાથે ફોટોસિન્થેસીસ પ્રક્રિયા કરી ખોરાક મેળવે છે.
♦ સૌજન્ય - ગુજરાત સમાચાર ♦
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.