આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 28 June 2015

♥ જીવ જગતમાં સૌથી ઝડપી ♥

→ સૌથી ઝડપી સ્થળચર પ્રાણી : ચિત્તો કલાકના ૧૧૨ કિ.મી.ની ઝડપે દોડે છે.

→ સૌથી ઝડપી પક્ષી : હન્ટિંગ પેરેગ્રીન બાજ કલાકના ૩૨૦ કિ.મી.ની ઝડપે આકાશમાંથી જમીન તરફ ઘસે છે.

→ સૌથી ઝડપી ઊડતું પંખી : કબૂતર, ૧૬૦ કિ.મી.ની ઝડપે ઊડે છે.

→ સૌથી ઝડપે તરતું પ્રાણી : કેલિફોર્નિયા સી લાયન ૩૫ કિ.મી.ની ઝડપે પાણીમાં તરે છે.

→ સૌથી ઝડપી કૂતરો : ગ્રેહાઉન્ડ ૭૨ કિ.મી.ની ઝડપે દોડે.

→ સૌથી ઝડપે દોડતું પક્ષી : શાહમૃગ ૬૯ કિ.મી.ની ઝડપે દોડે છે.

→ સૌથી ઝડપી જંતુ : વંદો, ૪ કિ.મી.ની ઝડપે દોડે છે.

→ સૌથી ઝડપે ઉડતું જંતુ : ડ્રેન ફ્લાય કલાકના ૫૭ કિ.મી.ની ઝડપે ઊડે છે.

→ સૌથી ઝડપી તરતું પક્ષી : ગેન્ટુ પેન્ગ્વીન ૩૫ કિલોમીટરની ઝડપે પાણીમાં તરે છે.

→ સૌથી ઝડપી સરિસૃપ : ઇગુઆના ૨૯ કિ.મી.ની ઝડપે દોડે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.