સિમેન્ટ એક મુલાયમ પાઉડરના રૂપમાં જ હોય છે, પણ એમાં પાણી મેળવતાં એ સુકાઈ ગયા પછી એખદમ પથ્થર જેવું કઠણ બની જાય છે. આવું કઈ રીતે બને છે? જ્યારે સિમેન્ટમાં પાણી મેળવવામાં આવે છે ત્યારે એમાં રહેલં ચાર કમ્પાઉન્ડ્સ સ્ફટિક (ક્રિસ્ટલ)ના રૂપમાં ફેરવાઈ જાય છે. આ ક્રિસ્ટલ્સ આપસમાં જોડાઈ જાય છે. એટલે સિમેન્ટ પથ્થર જેવો કઠણ બની જાય છે. એ જ કારણથી મકાનો અને ઇમારતો બાંધવામાં સિમેન્ટ આજે સહુથી મહત્ત્વની સામગ્રીઓમાંનું એક માનવામાં આવે છે. આ પ્રકારના સિમેન્ટ કે જે પાણીમાં ભળીને કઠણ બની જાય એને હાઇડ્રોલિક સિમેન્ટ કહેવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.