આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 6 June 2015

♥ હેલિકોપ્ટરની શોધ કોણે કરી? ♥

બાળમિત્રો, આજે આપણે જે હેલિકોપ્ટરને ઊડતું જોઈએ છીએ તે જોઈને આપણે જરા પણ નવાઈ પામતા નથી, પરંતુ એક સમયે તે ફક્ત રમકડામાં જ જોવા મળતું હતું. ત્યારે હેલિકોપ્ટર જેવું કંઈ હોવું એ માત્ર કલ્પના જ હતી. અંદાજે ૧૪મી શતાબ્દીથી હેલિકોપ્ટર રમકડા તરીકે બાળકોના હાથમાં જોવા મળતું હતું.

સર્વપ્રથમ હેલિકોપ્ટરની ડિઝાઇન ૧૯૦૫માં ઈ આર. મમફોર્ડ દ્વારા બનાવવામાં આવી હતી. જે પછી તેના પર ઘણા પ્રયોગો કરવામાં આવ્યા. ૧૯૧૨માં હેલિકોપ્ટરને ઊડવામાં સફળતા મળી હતી અને તે પણ માત્ર ૧૦ ફીટ ઊંચું જ ઊડી શક્યું હતું. ત્યાર પછી ૧૯૦૭માં ફ્રાન્સના પૌલ કોર્નુએ પ્રેક્ટિકલ હેલિકોપ્ટરનો આવિષ્કાર કર્યો હતો. જે હેલિકોપ્ટર પણ ઊંચે સુધી ઊડી શક્યું ન હતું. આ હેલિકોપ્ટર શોધાયું તે પહેલાંનાં બધાં જ હેલિકોપ્ટર પર જે પ્રયોગો કરવામાં આવ્યા તેમાં તેને એક તરફથી બાંધી રાખીને ઉડાડવામાં આવતું હતું, જ્યારે તેને જમીન સાથે બાંધ્યા વગર પ્રયોગ કર્યો હતો તો તેમાં સફળતા પણ મળી હતી.

આ સમયગાળા દરમિયાન સ્પેનીઆડે જુન ડી લા સિસર્વાએ ૧૯૨૩માં 'ઓટોગીરો'નો આવિષ્કાર કર્યો. આ હેલિકોપ્ટરથી ભિન્ન હતું, કારણ કે ધૂર્ણક પટલો-ધારોને ચલાવવા માટે મોટર ન હતી, ધૂર્ણકો એવી રીતે વર્તતા હતા કે જાણે ઘૂમતી પંખો! અને મશીન આગળ ખેંચવા માટે નોદક (Propeller) હતું. ત્યાર પછી ૧૯૩૬માં ડોક્ટર હેનરીચ ફોકે દ્વારા ઘણી જ આગોતરી ડિઝાઇન રજૂ કરવામાં આવી જેમાં ફોક વોલ્ફે (Focke-Wolfe) F W 61 ઘણું આધુનિક હતું. આ હેલિકોપ્ટર પ્રતિ કલાકે ૭૬ માઇલ સુધી અને ઊંચાઈએે ૮૦૦૦ ફીટ સુધી ઊડી શકવા સમર્થ હતું.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.