આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 6 June 2015

♥ ટ્રેનમાં લાગેલી સાંકળ ખેંચવાથી કેમ રોકાઈ જાય છે? ♥

ટ્રેનમાં સફર કરતી વખતે આપણે ડબ્બામાં બારીની ઉપર સંકટ સમયની સાંકળ લાગેલી જોઈ હશે. કોઈ તકલીફ આવી પડે તો આ સાંકળ ખેંચી લેવાથી ટ્રેન રોકાઈ જાય છે. પ્રવાસીઓની સગવડ માટે લગાવવામાં આવતી આ નાનકડી સાંકળને ખેંચવાથી આખી ટ્રેન કેવી રીતે રોકાઈ જતી હશે એની આપણને નવાઈ લાગે છે.

એનું કારણ છે કે ટ્રેનના ડબ્બા એકબીજા સાથે લોખંડના સાંધાથી અને હવાના દબાણથી જોડાયેલા હોય છે. દરેક ડબા વચ્ચેથી એક પાઇપ પસાર થાય છે. જેમાં હવાનું એક ચોક્કસ દબાણ રાખવામાં આવે છે. હવાનું આ જ દબાણ ટ્રેનની ઝડપ વધારે છે અને ટ્રેનને બ્રેક પણ આ દબાણથી લાગે છે. જ્યારે કોઈ મુસાફર ડબ્બામાં લાગેલી ચેન ખેંચે છે તો ટ્રેનના ડબ્બામાં પાઇપમાં દબાણથી ભરેલી હવા બહાર નીકળવા માંડે છે. હવા બહાર નીકળતાં હવાનું દબાણ ઘટી જાય છે અને ટ્રેન રોકાઈ જાય છે. એન્જિનમાં બેઠેલા ડ્રાઇવર અને ગાર્ડને ટ્રેનમાં લાગેલા એક યંત્રની મદદથી ખબર પડી જાય છે કે કયા ડબ્બામાંથી ચેન ખેંચવામાં આવી છે!

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.