::: ★ બ્લ્યૂ ટૂથ ટેકનોલોજી શું છે ? ★ :::
→ આજે આપણા ઘરમાં મોબાઇલ, રેડિયો અને
કમ્પ્યુટર જેવાં સાધનો હોવા તે સામાન્ય વાત છે. બે ઇલેકટ્રોનિક સાધનો વચ્ચે માહિતી, અવાજ કે
ફોટાની ડેટાની આપલે કરવા માટે વાયરલેસ પધ્ધતિ એટલે બ્લ્યૂટૂથ.
→ વાયરલેસ પદ્ધતિમાં રેડિયો વેવ્ઝની મદદથી માહિતીની આપલે થાય છે. બ્લ્યૂટૂથ વડે ૩૩
ફૂટના વિસ્તારમાં વેવ્ઝ મોકલી શકાય છે એટલે ઘરમાં રહેલા રેડિયો, મોબાઇલ કે કમ્પ્યુટરને એકબીજા સાથે જોડી શકાય છે.
→ બ્લ્યૂટૂથની શોધ ૧૯૯૪માં થઇ હતી. ઇલેક્ટ્રોનિક સાધનો બનાવતી તમામ કંપનીઓએ બ્લ્યૂ ટૂથ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપની સ્થાપના કરી તેનો સહિયારો ઉપયોગ કરવાનું સ્વીકાર્યું છે.
→ બ્લ્યૂટૂથ નામ ૧૦મી સદીમાં થઇ ગયેલા ડેનિશ
રાજાના નામ પરથી પડયું છે. આ રાજાએ તે જમાનામાં નોર્વે, સ્વીડન અને ડેન્માર્કના પરગણામાં રહેલી સેનાઓ વચ્ચે સંદેશાવ્યવહારની આદર્શ પદ્ધતિ વિકસાવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.