~~ ♥ જમીન નહીં, બીજા ઝાડ ઉપર ઊગતી પરોપજીવી વનસ્પતિ ♥~~
→ વનસ્પતિ સહિતના ઘણા સજીવોમાં ઉત્ક્રાંતિકાળમાં જીવવા માટેઅજાયબ લાગે તેવી યુક્તિઓ મળી છે. હાલી કે ચાલી નહી શકનાર વનસ્પતિને જીવવા માટે આબોહવા અને ભૌગોલિક સ્થિતિને અનુકૂળ થવું પડે છે અને તે માટે તેમાં ક્યારેક અજાયબી ભરી વિશેષતાઓ
જોવા મળે છે. પૃથ્વી પર એવા છોડ અને
વેલા છે કે જે જમીન સાથે સીધા સંપર્કમાં રહ્યા વિના જ બીજી વનસ્પતિ ઉપર વિકાસ પામે છે.
આપણે ત્યાં પણ ઘણા મોટા વૃક્ષો પર પીળા રંગની અમરવેલ જોવા મળે છે. પરંતુ વર્ષાજંગલોમાં તો ડાળી, પાન અને ફળફુલ સહિતના છોડ બીજા વૃક્ષ પર ઉગેલા જોવા મળે છે.
→ મેડૂસા નામનો છોડ જાણતો છે તે બીજા ઝાડના થડમાં મૂળ નાખીને વિકાસ પામે છે જો કે તે
થડમાંથી પાણી કે પોષણ મેળવતો નથી પરંતુ તેના પાન સૂર્યપ્રકાશમાંથી ખોરાક મેળવે છે.
આવી વનસ્પતિને પરોપજીવી વનસ્પતિ કહે છે. તેમાં મોટે ભાગે વેલાઓ હોય છે. જે અન્ય વૃક્ષોની ડાળી ઉપર વિંટળાઇને વિકાસ પામે છે અને હવામાંથી ભેજ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.