આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 18 October 2014

♥ વનસ્પતિનાં પાન ♥

♠ વનસ્પતિનાં પાનના વિવિધ અને સુંદર આકાર ♠

→ વનસ્પતિ જગત એટલે પૃથ્વી પરની હરિયાળી અને સૌંદર્યનો ખજાનો. દરેક વૃક્ષ, છોડ અને
વેલાને પોતાનું સૌંદર્ય હોય છે.

→ ઘાસનાં લીલાં મેદાનો પણ મનને શીતળતા આપે તેવા સુંદર હોય છે. ફૂલ,પાન અને ફળ પણ આકર્ષક હોય છે. વનસ્પતિ હાલી ચાલી શકતી નથી એક જ સ્થળે જમીનમાં ઊભી રહીને ખોરાક મેળવે છે અને વિકાસ પામે છે. ફૂલો સુંદર હોય છે
પણ તમે પાનનું અવલોકન કર્યું છે ?

→ પાનના આકાર પણ ફૂલો સાથે મેળ ખાય તેવા જ આકર્ષક હોય છે. વનસ્પતિના પાનનું મુખ્ય કામ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવવાનું છે. દરેક પાન લીલા રંગનુ હોય છે.

→ હવામાન, ભૌગોલિક સ્થિત, વરસાદ પાણીની ઉપલબ્ધિ અને સૂર્યપ્રકાશ મેળવવાની અનુકુળતા આ તમામ પરિબળોને અનુકૂળ થવા માટે વનસ્પતિના પાનના આકાર વિકસ્યા છે. રોજ જોવા મળતાં વૃક્ષોને તો આપણે પાનના આકારથી ઓળખી જઇએ. દરેક પાન છેડેથી અણીવાળા અને વચ્ચે મુખ્ય ધોરી નસમાંથી નીકળેલા અને ફાંટાઓ
વાળા હોય છે.

→ પીપળા, વડ વિગેરેના પાન હૃદયાકારના હોય છે. તો આસોપાલવ, આંબો વિગેરેના પાન લાંબા અને સાંકડા હોય છે. કમળ અને અળવીના પાન હાથીના કાન જેવા સુપડા છાપ હોય છે.

♦ ખજૂરી, નાળિયેરી વિગેરેને દરિયાકાંઠાના પવનોમાં ઉભા રહેવાનું હોય છે એટલે તેના પાન
વચ્ચેથી હવા પસાર થઇ શકે તેવા હોય છે.

♦ પાણીમાં થતી વનસ્પતિનાં પાન મોટા થાળી જેવા હોય છે કે જેથી સહેલાઇથી તરતા રહી શકે.

♦ બરફીલા પ્રદેશના વૃક્ષોનાં પાન નીચે ઢળેલા શંકુ આકારના હોય છે કે જેથી વધારાનો બરફ સરકીને નીચે ઉતરી જાય.

♦ સૂકાપ્રદેશની વનસ્પતિના પાનને પાણીનો સંગ્રહ કરવો પડે તેના પાન જાડા અને ગોળાકાર હોય છે.

→ વિવિધ પાનના આકારનું અવલોકન કરો અને
તેના આકારનું રહસ્ય શોધવા વિચાર
કરો તમને ઘણું જાણવા મળશે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.