આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 18 October 2014

♥ નેનો ટેકનોલોજી ♥

→ આપણી સુવિધા માટે વિજ્ઞાાનજગતે ઘણાં બધાં સાધનો અને યંત્રો વિકસાવ્યા છે. ગંજાવર કદના ઊંટડાથી માંડીને સ્ટેપ્લર કે નેઈલકટર જેવાં સાધનો વિજ્ઞાાનના જુદા જુદા સિધ્ધાંતો પર
કામ કરે છે. ડોક્ટરો સર્જરી વખતે નાના કદના વિવિધ પ્રકારના ચપ્પુ, કાતર, ચિપિયા વગેરેનો ઉપયોગ કરે છે. જેમ ઝીણું કામ કરવું હોય તેમ ઝીણું સાધન જોઈએ પરંતુ માઈક્રોસ્કોપથી જ જોઈ
શકાય એવી સૂક્ષ્મ વસ્તુને કાપવી હોય તો કેવડી છરી જોઈએ? કલ્પના કરી જુઓ.

→ નેનો ટેકનોલોજી એટલે આવાં સૂક્ષ્મ સાધનો બનાવવાની ટેકનોલોજી.

→ નેનો એટલે નાનું. પણ કેટલું નાનું ખબર છે?
એક મીટરનો એક અબજમો ભાગ. આપણા વાળ કરતાંય હજારમા ભાગનું કદ.

→ આવા સૂક્ષ્મ પદાર્થમાંથી નેનો ટેકનોલોજી વડે મોટર, ચપ્પુ, કાતર, પંખો વગેરે બને. આપણને દેખાય નહીં પણ ઉપયોગી થાય. તમને એમ થાય કે આપણને દેખાય નહીં એવા સાધનનો ઉપયોગ શું? પણ આ સાધનો આપણા સામાન્ય ઉપયોગ માટે નથી. પરંતુ તમે જાણો છો કે કોઈ
રોગની સારવાર માટે શરીરના સુક્ષ્મ કદના કોશોને કાપવા પડે.વિજ્ઞાાનીઓ નેનો કદની કાતર શરીરમાં દાખલ કરીને ઓપરેશન પણ કરી શકે.

→ નેનો ટેકનોલોજીની શોધ ઈ.સ. ૧૯૮૬માં થઈ હતી. આ ટેકનોલોજી મોટેભાગે કાર્બનના અણુઓને
એકબીજા સાથે જોડીને સૂક્ષ્મ કદનાં સાધનો બનાવાય છે. નેનો ટયુબ ઘણી ઉપયોગી થાય છે.

→ અમેરિકાના વિજ્ઞાનીઓએ લગભગ ૧૩૦૦૦ જેટલા વિવિધ પ્રકારના નેનો મશીન બનાવ્યા છે. નેનો કદનાં સાધનો બનાવવા માટે અણુની અંદરનો ભાગ પણ જોઈ શકાય તેવા એટમિક ફોર્સ માઈક્રોસ્કોપ વપરાય છે. વાળના હજારમા ભાગ
જેટલો પાતળો વાયર કમ્પ્યુટરની ચિપ બનાવવામાં ઉપયોગી થઈ શકે છે. કાર્બનની પોલી નેનો ટયુબ જોડીને 'સુપર સ્ટ્રોંગ' પદાર્થ પણ બની શકે છ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.