આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 18 October 2014

♥ વેમ્પાયર બેટ ♥

~♦ માત્ર બીજા પ્રાણીના લોહી ઉપર જીવતાં - વેમ્પાયર બેટ ♦~

→ બેટ એટલે કે ચામાચિડિયા ભૂતિયા અને બિહામણાં પ્રાણી છે. સસ્તન પ્રાણી હોવા છતાંય તે એક જ પ્રાણી એવું છે કે ઊડી શકે. ચામાચિડિયા ઘણી જાતના જોવા મળે છે. તમામ ચામાચિડિયા હવામાં ઊડતા જીવડાનો શિકાર કરે છે. પરંતુ મેક્સિકો અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા વેમ્પાયર બેટ તો માત્ર બીજા પ્રાણીનું લોહી પીને જ જીવે છે. કશું જ ખાવાનું નહીં !

→ વેમ્પાયર બેટ નાનકડા ચામાચિડિયા છે. આપણા અંગુઠા જેવડા વેમ્પાયર બેટને ૮ ઇંચ લાંબી પાંખો હોય છે. વેમ્પાયર બેટ બહુ ઊંચાઇએ ઊંડી શકતા નથી. પરંતુ ઝડપથી ઊડી શકે છે.

→ રાત્રીના અંધકારમાં જ તે શિકાર કરવા નીકળે છે. લાંબુ નાક, મોટી ગોળાકાર આંખો અને તીક્ષ્ણ
દાંતવાળા વેમ્પાયર બેટ ઘણા બિહામણા હોય છે. રાક્ષસ જેવા ચહેરા વાળા આ ચામાચિડિયા માણસ ઉપર હુમલો કરતાં નથી પરંતુ ગાય, ભૈંસ, ઘોડા કે
ડુક્કર જેવા મોટા પ્રાણીઓના શરીર પર બેસીને તેનું લોહી ચૂસે છે.

→ વેમ્પાયર બેટને કાતર જેવા માત્ર બે જ દાંત હોય છે. પ્રાણીના શરીર પર કાપો મૂકીને હળવે હળવે લોહી ચાટીને પેટ ભરે છે.

→ વેમ્પાયર બેટની આંખો શક્તિશાળી હોય છે. ચારસો ફૂટ દૂર અંધારામાં બેઠેલા પ્રાણીને પણ તે જોઇ શકે છે. ઘૂવડ વેમ્પાયર બેટના દુશ્મન છે. ઘુવડ વેમ્પાયર બેટનો શિકાર કરે છે. ભારતમાં વેમ્પાયર બેટ જોવા મળતા નથી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.