::: ★ મનીપ્લાન્ટ માત્ર પાણીમાં જ કેવી રીતે જીવે છે ? ★ :::
→ ઘરમાં પાણીની બોટલમાં વિકાસ પામતો મની પ્લાન્ટ તમે જોયો હશે. સૂર્યપ્રકાશ અને જમીનના ખાતર વિના જ તે ઘણો બધો વિકાસ કરે છે. આ
છોડમાં એવું શું છે કે માત્ર પાણીમાંથી ખોરાક બનાવી વધી શકે ?
→ પૃથ્વી પરની દરેક વનસ્પતિ તેની આસપાસના વાતાવરણ, સાથે તાલમેલ સાધીને વિકાસ કરે છે.
રણપ્રદેશમાં પાણી ઓછું મળે તો પાણી વિના જ ચલાવી લેતી અને જરૂરી પાણીનો સંગ્રહ કરી શકે
તેવી વનસ્પતિ થાય. બધા જ સંજોગોમાં જીવીત રહેવું તે સજીવ સૃષ્ટિનો નિયમ છે. ખૂબ જ પાણી હોય અને સૂર્યપ્રકાશ પણ ઓછો મળે તેવા સંજોગોમાં સોલોમન ટાપુ પર ગાંઢ જંગલોમાં મનીપ્લાન્ટ માત્ર પાણીમાંથી ખોરાક મેળવવાનું
શીખી ગયો.
→ ગાઢ જંગલોમાં અન્ય ઝાડની છાયામાં થતા મનીપ્લાન્ટના પાન થોડા જાડા હોય છે અને ઓછા સૂર્યપ્રકાશમાંય ખોરાક બનાવી શકે છે. સૂર્યપ્રકાશને બદલે સામાન્ય અજવાળામાં પણ તે ફોટોસિન્થેસિસ કરી શકે છે. મનીપ્લાન્ટના મૂળ
પાણીમાં કોહવાતાં નથી પણ પાણીમાંથી કુદરતી ખનીજો અને ક્ષારો શોષીને પોતાની જરૂરિયાત
મુજબનો ખોરાક મેળવી લે છે. તે મર્યાદિત પોષણ મેળવે છે એટલે તેને ફૂલ કે ફળ થતાં નથી પણ તેનો એક ટૂકડો પાણીમાં મૂકો તો ય તે વિકાસ
પામવા લાગે છે. આવી અદભુત કરામત ઘણી વનસ્પતિમાં છે. મનીપ્લાન્ટ ઘરની શોભા બની ગયો છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.