અત્યારના દિવસોમાં સેલ્ફીનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે. સ્માર્ટફોનની માંગ અને તેના કેમેરાની સુધરતી ક્વોલિટીએ લોકોને પોતાની તસવીરો ખેંચીને પોતાની જાત માટે પ્રોત્સાહન આપ્યું છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે
દુનિયાની પહેલી સેલ્ફી આજથી દોઢ સદી પહેલાની છે તો તમે પણ ચોંકી જશો.
♥ 1850માં પહેલી સેલ્ફી ♥
તમને જાણીને નવાઈ લાગશે પરંતું દુનિયાની પહેલી સેલ્ફી 1850ની સદીમાં પાડવામાં આવી હતી.
આ સેલ્ફી અત્યારની રંગીન ને ચમકદમકવાળી ન હતી તે માત્ર એક સેલ્ફ પોટ્રેટ હતો. સેલ્ફી સ્વીડિશ આર્ટ ફોટોગ્રાફર ઓસ્કાર ગુસ્તેવ રેજલેન્ડરની હતી.
♥ 70 લાખમાંથી થઈ હરાજી ♥
આ સેલ્ફ પોટ્રેટને ઉત્તરી યોર્કશાયરમાં માર્ફેટ્સ ઓફ
હેરોગેટને 70,000 પાઉંડમાં (આશરે 69.5 લાખ રૂપિયા) હરાજી કરી હતી. માર્ફેટના લિઝ પેપરે બતાવ્યું કે તેમના માલીકને અમને માત્ર 100
પાઉન્ડની કિંમતમાં આ પુસ્તક વેચી હતી.
ઓસ્કારની આ પુસ્તકમાં આ સેલ્ફી મળી હતી. આ
એલ્બમનુમા પુસ્તકમાં તેમની પત્ની ટેનીસનની તસવીર પણ હતી.
♥ દાવો આ પણ છે ♥
દાવો એ પણ કરવામાં આવે છે કે, પહેલી સેલ્ફી 1839માં ખેંચવામાં આવી હતી. આ સેલ્ફીને ખેંચનાર અમેરિકી ફોટોગ્રાફર રોબર્ટ કોરનેલિયસ, જેમણે કેમેરાથી પોતાની તસવીર ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.
♥ સેલ્ફી શું છે? ♥
મોબાઈલ ફોનથી જાતે જ પોતાની ખેંચવામાં આવતા ફોટોને સેલ્ફી કહેવામાં આવ છે. જોકે સેલ્ફી શબ્દનું ચલણ છેલ્લા બે ત્રણ વર્ષોમાં વધારે થયું
છે. આ શબ્દનો પહેલીવાર ઉપયોગમાં ઓસ્ટ્રેલિયાઈ વેબસાઇટ ફોરમ એબીસી ઓનલાઈનમાં 13 સપ્ટેમ્બર 2002માં કર્યો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.