♠ વિમાન ઉડ્ડયન ક્ષેત્રનો અગ્રણી વિજ્ઞાની - આલ્બર્ટો સાન્ટોસ ♠
→ વિમાનની શોધ અમેરિકાના રાઇટ ભાઈઓએ કરી હતી તે વાત જાણીતી છે પરંતુ તેમણે વિમાન શોધ્યું તે સમયગાળામાં બ્રાઝિલના આલ્બર્ટો સાન્ટોસે પણ ૧૯૦૧માં પેરિસના એફિલ ટાવર ફરતે
વિમાન ઉડાડીને પ્રસિદ્ધિ મેળવી હતી.
♥ આલ્બર્ટો સાન્ટોસનો જન્મ ઇ.સ.૧૮૭૩ના જુલાઈની ૨૦મી તારીખે બ્રાઝિલના પાલમીરા ખાતે થયો હતો. તેના પિતા કોફીના સૌથી મોટા વેપારી હતા. સમૃદ્ધ પરિવારમાં જન્મેલ આલ્બર્ટોને
નાનપણથી જ વાહનોની ટેકનોલોજીમાં રસ હતો.
તેના પિતાના વિશાળ ખેતરમાં કોફીની હેરાફેરી માટે સ્ટીમ એન્જિન વડે ચાલતા ટ્રેક્ટર વપરાતા.
→ સમૃદ્ધ પરિવારોમાં પ્રાથમિક અભ્યાસ ઘરે જ ટયુશન રાખીને થતો. આલ્બર્ટોએ પણ પ્રાથમિક અભ્યાસ ઘરમાં જ કરેલો. દરમિયાન તેના પિતાને અકસ્માત નડતાં અપંગ બની ગયા. ત્યારબાદ
સાન્ટોસ પરિવાર કોફીના ખેતરો વેચીને ફ્રાન્સ ચાલ્યો ગયો અને પેરિસમાં સ્થિર થયો. પેરિસ ખાતે આલ્બર્ટોએ ખાનગી ટયુશન રાખીને ફિઝીક્સ-
કેમેસ્ટ્રી અને વિજ્ઞાાનનો અભ્યાસ કર્યો.
→ ઇ.સ. ૧૮૯૭માં આલ્બર્ટોએ હવા ભરેલું મોટું બલૂન ઉડાડયું. આ બલુને હવામાં ૧૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો. ત્યાર બાદ તેણે મોટા બલૂન બનાવી તેની સાથે બાસ્કેટ જોડી તેમાં બેસી આકાશમાં સફર
કરી. ત્યાર બાદ તેણે ઝેનીથ નામનું બલૂન બનાવી એફિલ ટાવર નજીક ૩૦ મિનિટમાં ૨ કિલોમીટરની ઊંચાઈ સર કરી. આ સિદ્ધિ બદલ ફ્રેન્ચ સરકારે તેને
ઇનામ આપ્યું.
→ આ સમયે રાઇટ ભાઈઓ પોતાનું પાંખોવાળું વિમાન બનાવવામાં વ્યસ્ત હતા. સાન્ટોસે
૧૯૦૧માં હાઇડ્રોજન ભરેલા બલૂન બનાવ્યા. આ
બલૂનો યુદ્ધમાં સૈનિકોની હેરાફેરી માટે પણ વપરાતા ૧૯૦૬માં તે હવા કરતા ભારે વજનનું બલૂન બનાવવામાં સફળ થયા. પોતાની સિદ્ધિથી વિશ્વપ્રસિદ્ધ થયેલા આલ્બર્ટો સાન્ટોસને
ઘણા સન્માન અને ઇનામો મળેલ. બ્રાઝિલમાં તે આજે પણ રાષ્ટ્રીય હીરો ગણાય છે.
→ ઇ.સ. ૧૯૩૨માં માનસિક રોગના કારણે જુલાઈની ૨૩ તારીખે સાન્ટોસે આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.