આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 13 September 2014

♥ દેશ - સમય ♥

દુનિયાના અલગ અલગ દેશોનો સમય પૃથ્વી પોતાની ધરી ઉપર ૨૪ કલાકમાં એક ચક્ર ફરે છે. (જો કે હકીકતમાં ૨૪ કલાકમાં ૨.૪૦ મિનિટ.ઓછી હોય છે પરંતુ સગવડતા ખાતર ૨૪ કલાક ગણવામાં આવ્યા છે.) ઉપરાંત પૃથ્વી ગોળ હોવાથી તેમજ પોતે સૂર્યની આસપાસ પણ ઘૂમે છે
તેથી 'સૂર્યોદય' અને સૂર્યાસ્ત દરેક જગ્યાએ દરેક દેશમાં એક જ 'ટાણે'ન હોઇ શકે.
ભારતમાં દિવસ હોય તો અમેરિકામાં આથી રાત હોય છે. વળી પૃથ્વી પોતાની (આભાસી) ધરી ઉપર ૧૫ ડિગ્રી ત્રાસી ફરે છે. આ સ્થિતિમાં ખગોળશાસ્ત્રીઓએ એક ગોળાકારના કુલ ૩૬૦ ડીગ્રી અંશને બે અર્ધાભાગમાં ૧૮૦ અંશના હિસાબે
'માનસિક' રીતે વહેચીને દરેક ૧૫ અંશના અંતરના હિસાબે ઉત્તર થી દક્ષિણ તરફ 'માનસિક' લીટીઓ દોરી છે. જેને લોન્ગીટયુડસ (અક્ષાંશ રેખાઓ) કહેવાય છે.
આ ૦ અક્ષાંશથી ૧૮૦ અક્ષાંશ પૂર્વ અને ૦ થી ૧૮૦ અક્ષાંશ પશ્ચિમ તરફ છે. આ ૦ અક્ષાંશ પ્રાઇમ મેરેડીઅન કહેવાય છે જે ગીનવીચ પાસેથી શરૃ થાય છે. તેથી ત્યાંનો સમય ૦ ગણીને દરેક દેશે
પોતાની ઘડિયાળનો સમય ગણવાનો છે. વિદ્યાર્થી ઓને આ સમજવા જેવી રસપૂર્વક બાબત હોવાથી અહીં સવિસ્તર જણાવી છે.
હવે આપણે ભારતમાં દિલ્હીમાં બપોરના ૧૨.૦૦
વાગ્યા હોય ત્યારે કેટલાક શહેરોમાં કેટલા કલાક આગળ (+ ની નિશાની અને પાછળની નિશાની)
હોય તે નીચે જણાવેલ છે.
 
♥ સ્થળ - કલાક ♥
 
અબુધાબી (યુ.એ.ઇ.) -૧.૩૦
એડીશએબાબા (ઇથોપીઆ) -૪.૩૦
અર્લજરીશ (અલજરીઆ) -૫.૩૦
ઓમાન (જોર્ડન) -૩.૩૦
એથેન્સ (ગ્રીસ) -૩.૩૦
ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ) + ૬.૩૦
બગદાદ (ઇરાક) -૨.૩૦
બેન્કોક (થાઇલેન્ડ) + ૧.૩૦
બીજીંગ (ચીન) + ૨.૩૦
બ્રીજ ટાઉન (વેસ્ટઇન્ડીઝ) -૯.૩૦
બ્રીસબેન (ઓસ્ટ્રેલિયા) + ૪.૩૦
બોસ્ટન (અમેરિકા) -૧૦.૩૦
ડેટ્રોઇ (અમેરિકા) -૧૦.૩૦
બર્લીન (જર્મની) -૪.૩૦
ઇસ્તંબુલ (ટર્કી) -૩.૩૦
લંડન (યુ.કે.) -૫.૩૦
પેરીસ (ફ્રાન્સ) -૪.૩૦
પાર્ટ ઓફ સ્પેન (વેસ્ટ
ઇન્ડીઝ) -૯.૩૦
ઝ્યુરીચ (સ્વીટઝરલેન્ડ) -૪.૩૦
વોશિંગ્ટન (ડીસી)
(અમેરિકા) -૧૦.૩૦
હરારે (ઝીબાબ્વે) -૩.૩૦
તા.ક. ઉપરની ગણતરી મુજબ
આપણા કોલકત્તાનો સમય પણ એક કલાક
આગળ છે પરંતુ ભારત સરકારે તેને તે રીતે
ગણતરીમાં નથી લીધો.
- જાસ્મીન દેસાઇ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.