શાર્ક એટલે દરિયાનો રાક્ષસ, મજબૂત
જડબા અને તીક્ષ્ણ દાંત વડે દરિયામાં જે
જુએ તે ખાઇ જાય તેવી શાર્ક સૌથી ભયંકર
જીવ છે. શાર્ક ઘણા પ્રકારની હોય છે.
પરંતુ ટાઇગર શાર્ક એટલે આડો આંક.
સૌથી વધુ હુમલાખોર અને માણસ જાત
માટે સૌથી વધુ જોખમી એવી ટાઇગર
શાર્ક કદમાં ચોથા નંબરે આવે છે.
તેના શરીર પર કાળાં ટપકાં અને
ચટાપટાને કારણે તેને ટાઇગર શાર્ક કહે છે.
ટાઇગર શાર્ક દરિયામાં જે જુએ તેને
ગળી જાય છે. બીજી શાર્ક માછલીને પણ
ખાઇ જાય છે. આ શાર્કના માથાની બંને
તરફ સેન્સર હોય છે. નજીકમાં થતું નાનું
હલનચલન પણ તે પકડી પાડે છે. આ
શાર્કનું માથું ચપટું હોવાથી ૩૦ કિમીની
ઝડપે તરી શકે છે. ટાઇગર શાર્કની માદા
તેના ઇંડાને પેટમાં સાચવી રાખે છે. ૧૬
મહિના બાદ ઇંડા સેવાઇને ૧૦ કે તેથી વધુ બચ્ચાને જન્મ આપે છે. કેટલીક ટાઇગર
શાર્ક ૮૦ બચ્ચાને પણ જન્મ આપે છે.
ટાઇગર શાર્ક ૩થી ૫ મીટર લાંબી હોય છે.
તેનું વજન લગભગ ૬૦૦ કિલો હોય છે. આ
શાર્ક એકલવાયું જીવન જીવે છે અને ૩૦થી
૪૦ વર્ષ જીવે છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 13 September 2014
♥ ટાઇગર શાર્ક ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.