♥ માઈક્રોસ્કોપીનો પ્રણેતા - રોબર્ટ હૂક ♥
→ જીવવિજ્ઞાન ક્ષેત્રમાં માઈક્રોસ્કોપનો ઉપયોગ કરીને સજીવના શરીરનો સુક્ષ્મતાથી અભ્યાસ કરવાની શરુઆત કરનાર વિજ્ઞાાની રોબર્ટ હૂક માત્ર વિજ્ઞાની જ નહીં પરંતુ નિપુણ આર્કિટેક્ટ, ખગોળશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી હતો.
→ માઈક્રોસ્કોપના ઉપયોગથી બાયોલોજી ક્ષેત્રે
ક્રાંતિ સર્જનાર આ વિજ્ઞાાનીને લોકો લંડનનો લિયોનાર્ડો દ' વિન્સી કહેતાં.
→ રોબર્ટ હૂકનો જન્મ ઈ.સ. ૧૬૩૫ના જુલાઈની ૨૮ તારીખે ઈંગ્લૅન્ડના ફ્રેશવોટર ખાતે થયો હતો. તેના પિતા ચર્ચ ઓફ ઈગ્લેન્ડમાં ધર્મગુરુ હતા અને તેનો મોટો ભાઈ મંત્રી હતો.
→ રોબર્ટ હૂકનો પ્રાથમિક અભ્યાસ ચર્ચમાં જ થયો હતો. રોબર્ટ હૂકને બાળવયથી જ દરેક ચીજોના અવલોકન કરવાની, ચિત્રો દોરવાની, મિકેનિઝમનો અભ્યાસ કરવાનો શોખ હતો. તેના પિતાના મૃત્યુ બાદ તેનો પરિવાર નાણાંની તંગી ભોગવતો હતો અને રોબર્ટ હૂકની તબિયત પણ નબળી હતી. તેણે
ઘડિયાળ અને પ્રિન્ટિંગ પ્રેસમાં એપ્રેન્ટીસશીપ મેળવી. થોડો પૈસો કમાઈને તે લંડનની વેસ્ટમિનિસ્ટર સ્કૂલમાં દાખલ થયો. વિદ્યાર્થી અવસ્થામાં તેણે લેટિન, હિબ્રૂ અને ગ્રીક ભાષાઓ ઉપરાંત યુકિલડની ભૂમિતિનો અભ્યાસ કર્યો. તે
સતત અભ્યાસમાં મશગૂલ અને મહેનતુ વિદ્યાર્થી તરીકે જાણીતો બનેલો.
→ તેજસ્વી વિદ્યાર્થી હોવાથી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કેમિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણુંક મળી. ત્યાં તેને જાણીતા વિજ્ઞાાની રોબર્ટ બોઈલ સાથે કામ કરવાની તક મળી. દરમિયાન ૧૬૬૦માં બ્રિટનમાં રોયલ સોસાયટીની સ્થાપના થઈ.
→ રોબર્ટે ગરમ થવાથી વાયુ અને પ્રવાહી વિસ્તાર
પામે છે તે શોધ રોયલ સોસાયટીમાં રજુ કરી. રોયલ સોસાયટીમાં તેને સંશોધક સભ્ય તરીકે નિમણુંક મળી. હૂકે સૂક્ષ્મ અવલોકનો કરવા પોતાનું
માઈક્રોસ્કોપ જાતે બનાવેલું. શરીરના સૂક્ષ્મ કોશોનો અભ્યાસ કરી કોશને તેણે પ્રથમ વખત 'સેલ' નામ આપ્યું. તેણે માઈક્રોસ્કોપના અવલોકનો અંગે 'માઈક્રોગ્રાફિયા' નામનું પુસ્તક
લખી પ્રસિધ્ધ કર્યા.
→ રોયલ સોસાયટીમાં કારકિર્દી દરમિયાન જાણીતા વિજ્ઞાાની આઈઝેક ન્યૂટન સાથે તેને વિવાદ પણ થયેલો.
→ ચિત્રકલામાં નિષ્ણાત એવા રોબર્ટ હૂકે પોતાના પુસ્તકમાં કોશ ઉપરાંત મચ્છર અને માખી જેવા નાના જીવોના મોટા કદમાં ચિત્રો દોરીને મૂકેલાં. હૂકે બનાવેલું માઈક્રોસ્કોપ આજે પણ વોશિંગ્ટનના નેશનલ મ્યુઝિયમમાં જોવા મળે છે.
→ ઈ.સ. ૧૭૦૩ના માર્ચ માસની ૩જી તારીખે
લંડનમાં તેનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.