આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 24 September 2014

♥ MISSION MARS ORBITER ♥

♦ મંગળયાનની ઐતિહાસિક સફળતાની 10 મહત્વની વાતો ♦
અમદાવાદ તા. 24 સપ્ટેમ્બર, 2014
→  ભારતીય વૈજ્ઞાનિકોએ એ કામ કરી બતાવ્યું છે, જેની કલ્પના કરવી પણ થોડા વર્ષો પહેલા અશક્ય હતી.
→  અત્યાર સુધી દુનિયાભરના ઘણા દેશો કુલ મળીને 51 વાર પ્રયત્ન કરી ચુક્યા છે કે સૌથી રહસ્યમયી કહેવાતા મંગળ ગ્રહ સુધી પહોંચી શકાય, પરંતુ માત્ર 21 અભિયાનને જ સફળતા પ્રાપ્ત થઈ છે.
→  કોઈએ વિચાર્યું ન્હોતું કે સૌથી છેલ્લે પ્રયત્ન કરનાર ભારત પોતાના પ્રથમ પ્રયત્નમાં જ સફળતાનો ઝંડો ફરકાવશે. ભારતીય મંગળયાને બુધવારે મંગળગ્રહની કક્ષામાં પ્રવેશ કરી ઈતિહાસ રચી દીધો છે, તો ચાલો જાણીએ, આ અભિયાન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...
→  સોવિયેત રશિયા, અમેરિકા અને યુરોપ બાદ મંગળની કક્ષામાં પ્રવેશ કરનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે...
→  મંગળ અભિયાનોમાં અત્યાર સુધી માત્ર અમેરિકી એજન્સી નાસા, યૂરોપિયન સ્પેશ એજન્સિ અને પુર્વ સોવિયટ સંધ સફળ રહ્યા છે. પ્રથમ સફળ મંગળ અભિયાન નાસાનું 'મેરીનર 9' હતુ, જે
વર્ષ 1971માં થયો હતો... વર્ષ 2011માં ચીનના 'યિંગહુઓ-1'ને સફળતા મળી હતી.
→  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના લાલગ્રહ
કહેવાતા મંગળની કક્ષામાં પ્રવેશ કરી એક વિશેષ ગ્રુપમાં સામેલ થવા માટે શુભેચ્છા આપી છે, જેમા અત્યાર સુધી હાલ ત્રણ એજન્સિઓ સામેલ છે.
→  નાસાએ ટ્વિટ કર્યું છે કે, 'અમે ઈસરોને મંગળ પર પહોંચવા માટે અભિનંદન પાઠવીએ છીએ... લાલગ્રહનુ અધ્યયન કરનાર મિશનોમાં મંગળયાન (MarsOrbiter) સામેલ થયું.'
→  મંગળગ્રહ પર મોકલાયેલા અમેરિકી રોવર
ક્યૂરિયોસિટી તરફથી ટ્વિટ કરાયુ કે, 'નમસ્તે મંગળયાન, મંગળની કક્ષામાં પહોંચવા માટે
ઈસરો તથા પહેલા ભારતીય મિશનને અભિનંદન'
→  મંગળયાન અભિયાનની ડિઝાઇન, આયોજન અને અમલીકરણ ઈસરો દ્વારા માત્ર 450 કરોડ
રૂપિયા એટલે કે 6 કરોડ 70 લાખ અમેરિકી ડોલરમાં તૈયાર કરવામાં આવ્યું છે.
→  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કહ્યું કે, 'હોલીવુડની ફિલ્મ બનાવવામાં પણ વધારે ખર્ચો થાય છે.' ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન અગાઉ પણ કહી ચુક્યા છે કે, 'હોલીવુડની સાઈન્સ
ફિક્શન ફિલ્મ 'ગ્રેવિટી'નું બજેટ આપણા મંગળયાનથી વધારે હતુ.
→  મંગળયાન લાલ ગ્રહની સપાટી, બંધારણ ખનિજીકરણ, અને પર્યાવરણનો અભ્યાસ કરશે. મંગળયાન પર લાગેલા પાંચ સૌર-ઉર્જા સંચાલિત
ઉપકરણ એવા એકડાં એકત્રિક કરશે, જેનાથી મંગળ ગ્રહના હવામાન વિશે જાણકારી મળશે, એ પણ જાણી શકાશે કે તે પાણી ક્યા છે જે ક્યારેક વધારે મંગળ ગ્રહ પર હતું.
→  મંગળયાન મંગળ ગ્રહથી નજીકની સ્થિતિમા આવતા માત્રે 365 કિલોમીટર દૂર હશે, જ્યારે સૌથી દૂર હોવાથી તે લાલ ગ્રહ સપાટીથી 80,000 કિલોમીટર દૂર રહેશે.
♥ મંગળ મિશન સાથે જોડાયેલી કેટલીક
રસપ્રદ વાતો  ♥
→  મંગળયાનનો આકાર નેનો કાર જેટલો છે. સંપુર્ણ માર્સ ઓર્બિટર મિશનનો કુલ ખર્ચ 450 કરોડ છે.
→  ભારતના મંગળ મિશનનું બજેટ અમેરિકાના નાસાના મંગળ મિશના બજેટના 10માં ભાગનું છે.
એટલું જ નહિ ભારતના મંગળ મિશનનું બજેટ
હોલીવુડ ફિલ્મ ગ્રેવીટીની કિંમત કરતાં પણ ઓછું છે.
→  આ ખર્ચ બોઇંગ-787ના નિર્માણ પર આવતા ખર્ચ કરતા લગભગ અડધો છે. ઇસરોએ આ મિશન 15 મહિનાના રેકોર્ડ સમયમાં તૈયાર કર્યો.
→  ગત વર્ષે નવેમ્બરમાં ભારતનું પ્રથમ મંગળ
મિશન સફળતા પૂર્વક લોન્ચ થયું હતું મંગળયાનને 300 દિવસમાં 97 કરોડ
કિલોમીટરની યાત્રા કરી મંગળ ગ્રહ પર
પહોંચ્યો.
→  આ મિશનને સફળ બનાવવા માટે છેલ્લા 10 મહિનાથી 200 વૈજ્ઞાનિકો રાત-દિવસ કામ
કરી રહ્યા છે.
♥ એક કલાકમાં 80,000 કિમીની ઝડપે
મંગળયાને 22 કરોડ 50 લાખ કિ.મીનુ અંતર કાપ્યું ♥
→  બેંગ્લોર 23 સપ્ટેમ્બર 2014 પૃથ્વીથી મંગળનું સરેરાશ અંતર 22 કરોડ 50 લાખ કિલોમીટર છે. મંગળયાને આ અંતરને 80 હજાર પ્રતિ કલાકની ઝડપે પાર પાડ્યું હતું. જો કે મંગળની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરવા માટે સતત તેની ગતિમાં ધટાડો કરવામાં આવી રહ્યો હતો.
→  મંગળયાનના મુખ્ય તરલ (લિક્વીડ) એન્જીનને સોમવારના રોજ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચે તે પહેલા આ એન્જીનને ચાલું કરી એક વાર ચકાસવું ખુબ જ અગત્ય હતું, કારણ કે સ્પેસનું મુખ્ય એન્જીન છેલ્લા 300 દિવસ (લગભગ 10 મહિના)થી સુશુપ્ત અવસ્થામાં હતું.
→  ઇસરોના જણાવ્યા અનુસાર એન્જીન નિયત કરેલા સમય મુજબ 4 સેકન્ડ વ્યવસ્થિત કામ કર્યું હતું.
સોમવારની સફળતાની સાથે ભારત મંગળ
ગ્રહની ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાં દેશનો ઉપગ્રહ
પહોંચનારો દેશનો પહેલો દેશ બની ગયો હતો.
→  ભારતના મંગળ અભિયાન સફળ થવાની સાથે જ અંતરિક્ષમાં સંશોધનમાં આગવું સ્થાન મેળવી લીધું છે. આ મિશનના સફળ થવાથી દેશને વિદેશી સેટેલાઇટ લોન્ચ કરવાના ઓર્ડરો મળવાના પુરી શક્યતા છે.
→  આ સમયે મંગળની દુર્લભ અને ખાસ વાતો જાણવા સાત મિશન કામ કરી રહ્યા છે. આ દરેક અભિયાન અમેરિકાના મિશન છે જેને હવે ભારત પાર પાડશે. ઉપરાંત માર્સ ઓડિસી, માર્સ
એક્સપ્રેસ અને માર્સ ઓર્બિટર મંગળની પરિક્રમાં કરી રહ્યાં છે. જ્યારે બે રોવર્સ-સ્પિરિટ અને ઓપર્ચ્યુનિટી પર પહેલાથી જ હાજર છે. અને તેની સાથે લેન્ડર-ફીનિક્સ પણ ત્યા તૈનાત છે.
→  ભારતની આ ઝુંબેશ જો સફળ થશે તો સ્પેસ
અને સાઇન્સ ક્ષેત્રમાં ભારત દુનિયામાં એક નવું મુકામ મેળવી લેશે. મંગળયાન દ્વારા ભારત મંગળ ગ્રહ પર જીવનના આસાર શોધી ત્યાના પર્યાવરણની તપાસ કરવા માંગે છે. આ સ્પેસ તે પણ જાણવા ઉત્સુક છે કે આ લાલ ગ્રહ પર મિથેન
છે કે નહી. મિથેન ગેસની હાજરી ગ્રહમાં જેવિક
ગતિવિધિયોના સંકેત આપે છે. આ જ કારણેને લીધે મંગળયાનને લગભગ 15 કિલો વજનના કેટલાય અત્યઆધુનિક ઉપકરણો(સાધનો)થી સજ્જ કરવામાં આવ્યું છે. આ ઉપકરણોમાં પાવરફુલ કેમેરાનો પણ સમાવેશ થાય છે. અહિં મિથેન ઉપરાંત ખનીજ(મિનરલ્સ) પણ છે કે નહી તે જાણવા મળશે.
→  મંગળયાનને ગત વર્ષે 5 નવેમ્બરના રોજ 2
વાગ્યેને 36 મિનિટ પર ઇસરોના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી રવાના કરવામાં આવ્યું હતું. આ
સ્પેસને પોલર સેટેલાઇટ લોન્ચ વીઇકલ
(પીએસએલવી)સી-25ની મદદથી છોડવામાં આવ્યું  હતું. અમેરિકા અને રશિયાએ પોતાના મંગળયાનને છોડવા માટે ભારતના પાએસએલવી કરતા મોટા અને ખાસ ડિઝાઇન કરેલા મોંધા રોકેટ
દ્વારા પ્રેક્ષેપણ કરવામાં આવ્યું હતું.
→ પહેલા આ આ સ્પેસને 19 ઓક્ટોમ્બરના રોજ
અંતરિક્ષમાં મોકલવવાની યોજના હતી પણ
દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ખરાબ હવામાનના કારણે આ મિશન પાછળ ધકેલાયું. આ મિશન પાછળ 450 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ સ્પેસનો કુલ વજન 1350 કિલો છે. મંગળયાનને
છોડ્યા બાદ તેના માર્ગને સાત વખત સુધારવામાં આવી હતી તેથી આ મંગળની દિશામાં પોતાની યાત્રાને ચાલુ રાખી શકે.
→ મંગળયાન મિશનના કારણે ભારતની આબરૂ દાવ પર લાગી હતી. આ પહેલા અમેરિકા, રશિયા અને યુરોપના કેટલાક દેશો સંયુક્ત રીતે મંગળ પર પોચાના મિશનને મોકલી શક્યા છે. ચીન અને જાપાન આ પ્રયત્નમાં હજું સુધી સફળ રહ્યા નથી.
રશિયા પણ પોતાના કેટલાય નિષ્ફળ પ્રયત્ન પછી પોતાના મિશનમાં સફળ થયું હતું. અત્યાર સુધી મંગળ ગ્રહ ઉપર અભ્યાસમાં શરૂ કરવામાં આવેલા અભિયાનમાં બે તૃતીયાંશ અભિયાન નિષ્ફળ રહ્યા છે.
© આ લોકો છે મિશન મંગળના ભેજાબાજ...! ©
અમદાવાદ તા. 24 સપ્ટેમ્બર, 2014
ભારત દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે જે પ્રથમ પ્રયત્નમાં જ મંગળ પર પહોંચવા માટે સફળ થયો છે. આ કાર્ય પાછળ જેનું ભેજુ લાગ્યું છે તે છે કે રાધાકૃષ્ણન જેઓ ઈસરોના ચેરમેન અને સ્પેસ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે કાર્યરત છે.
આ મિશનનું નેતૃત્વ તેમની પાસે છે અને
ઈસરોની દરેક એક્ટીવિટીની જવાબદારી તેમની પાસે છે.
~ ♥ એમ. અન્નાદુરઈ ♥ ~
આ મિશનના પ્રોગ્રામના ડાયરેક્ટરના પદે
કાર્યરત છે. તેઓએ ઈસરો વર્ષ 1982માં જોડાયા હતા અને ઘણા પ્રોજેક્ટનું નેતૃત્વ પણ કર્યું છે.
તેમની પાસે બજેટ મેનેજમેન્ટ, શિડ્યુઅલ અને
સાધનોની જવાબદારી છે. તેઓ ચંદ્રયાન-1ના પ્રોજેક્ટ ડાયરેક્ટર પણ રહ્યા છે.
~ ♥ એસ. રામકૃષ્ણન ♥ ~
રામકૃષ્ણન વિક્રમસારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર છે અને લોન્ચ ઓથોરિઝન બોર્ડના સભ્ય છે. તેઓ વર્ષ 1972માં ઈસરોમાં જોડાયા હતા અને વધુ પીએસએલવીને બનાવવામાં મહત્વપુર્ણ જવાબદારી નિભાવી હતી.
~ ♥ એસ.કે. શિવકુમાર ♥ ~
શિવકુમાર ઈસરો સેટેલાઈટ સેન્ટરના ડાયરેક્ટર છે તેઓ વર્ષ 1976માં ઈસરોમાં જોડાયા હતા અને
તેમણે ઘણા ભારતીય સેટેલાઈટ મિશનમાં મોટું યોગદાન આપ્યું છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.