→ તે નવી દિલ્હીના ''રાયસીના હીલ્સ'' પર આવેલું છે.
→ તેનું નિર્માણ વાઇસરોયના નિવાસસ્થાન તરીકે કરવામાં આવ્યું હતું.
→ તેના મુખ્ય આર્કિટેક્ચર ''એડવીન લુટીયન્સ'' હતાં.
→ તેનું ઔપચારીક ઉદઘાટન ઇ.સ.1931 માં થયું હતું.
→ તે દુનિયાનું સૌથી મોટું રાષ્ટ્રપતિ ભવન છે.
→ તેમાં કુલ 4 માળ છે અને 340 રૂમ છે.
→ તે કુલ 2 લાખ ચો.ફૂટના ક્ષેત્રફળમાં બનાવાયેલું છે.
→ તેના નિર્માણમાં 70 કરોડ ઇંટો અને 30 લાખ ક્યુબિક ફૂટ પથ્થરોનો ઉપયોગ કરાયો છે.આશ્ચર્યની વાત તો એ છે કે તેના નિર્માણમાં ક્યાય લોખંડનો ઉપયોગ થયો જ નથી.
→ બગીચાઓ સહિત તેના નિર્માણમાં તે સમયે રૂ.1 કરોડ 40 લાખનો ખર્ચ થયો હતો.
→ તેનું મુઘલ ગાર્ડન 13 એકર ક્ષેત્રફળમાં ફેલાયેલું છે.તેમાં લગભગ 250 પ્રકારનાં ગુલાબનાં છોડ છે આ ઉપરાંત બીજા પણ અન્ય કેટલીય જાતનાં ફૂલ-છોડ અહી વિકસાયેલાં છે.
→ આઝાદી પછી અત્યાર સુધીમાં 12 રાષ્ટ્રપતિઓ રહી ચૂક્યાં છે.13 માં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ હાલ નિવાસ કરે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.