આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 25 August 2014

♥ બગલો ♥

♥ બગલા એક પગે કેમ ઊભા હોય છે? ♥

→ નદી કે તળાવમાં ઊભેલા બગલા એક પગ ઊંચો કરીને માત્ર બીજા એક જ પગે ઊભા રહીને શિકારની રાહ જોતા હોય છે. આમ એક પગે ધ્યાન ધરીને શિકાર કરવાને કારણે તેનું નામ 'બગભગત' પડયું છે.પણ તમે જાણો છો કે બગલાના એક પગ
ઊંચો રાખીને ઊભા રહેવાનું કારણ કંઈક જુંદુ જ છે? બગલા ઉપરાંત ફ્લેમિંગો, સુરખાબ અને ટીડોડી જેવા લાંબા પગવાળા પક્ષીઓમાં આવી ખાસિયત
હોય છે. આવા પક્ષીઓને મોટેભાગે છીછરા પાણી કે કાદવમાં ફરવાનું હોય છે.

→ સતત પાણીમાં રહેલા પગને કારણે તેના શરીરની ગરમી પગ વાટે બહાર જતી હોય છે.બીજા અર્થમાં તેના પગ પાણીમાં હોવાથી ઠંડા પડી જતાં બચાવવા શરીરની ગરમી પગ તરફ વહીને ખર્ચાઈ જતી હોય છે. બગલા આ ગરમીને બચાવવા એક પગ ઊંચો કરી તેને પેટ નજીક લાવીને ગરમ
રાખવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત લાંબા પગમાં વહેતું લોહી છેક પંજા સુધી પહોંચીને પાછુ હૃદય તરફ ફરતું હોય છે. એક પગ ઊંચો હોય તો હૃદયનું કામ પણ જરા હળવું થાય છે. એક પગે લાંબો સમય ઊભા રહેવા છતાંય બગલા થાકતા નથી કારણ કે તેના ઢીંચણના સાંધા ફોલ્ડિંગ હોય છે.
પગ સીધો હોય ત્યારે સાંધો લોક થઈને સળંગ લાકડી બની જાય છે એટલે જ બગલા સ્થિર ઊભા રહી શકે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.