આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 25 August 2014

♥ સંસદ ભવન ♥

♥ લોકશાહીનું પવિત્ર મંદિર એટલે સંસદભવન.
સંસદભવનની અલપ-ઝલપ ઝાંખી કરી લઈએ.

* ઈમારતનો આકાર - ગોળાકાર

* રેખાંકન કરનાર - સર એડવર્ડ લ્યુટન્સ અને
સર હર્બટ બાકર (બંને અંગ્રેજ સ્થપતિઓ)

* ભૂમિપૂજન - તે વખતના બ્રિટીશ રાજાના મામા ડયુક ઓફ કેનોટના હસ્તે

* બાંધકામનો ખર્ચ - રૂ.૮૩ લાખ

* વાસ્તુપૂજન - લોર્ડ ઈરવિનના હસ્તે, ૧૮મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ.

* ત્રણ માળના સંસદભવનના કેન્દ્રસ્થાને આવેલો સેન્ટ્રલ હોલઃ ૨૯.૯ મીટર વ્યાસનો,

* તેના પરના ભવ્ય ઘુમ્મટની ઉંચાઈ - ૧૧૮ ફૂટ

* આ સેન્ટ્રલ હોલમાં જ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધ્ય રાત્રિએ ઐતિહાસિક સત્તા-પરિવર્તન સમારંભ યોજાયો અને અંગ્રેજોએ આપણા દેશને આઝાદ કર્યો.

* સેન્ટ્રલ હોલમાં ચિત્રોની સંખ્યા - ૨૪.

* ગાંધીજીના ચિત્રનું અનાવરણ થયું - ૧૮મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ.

* આ ચિત્ર દોરનાર - સર ઓસવાલ બિર્લે

* સંસદભવનના વરંડામાં ચિત્રોની સંખ્યા - ૫૮.

* સંસદભવન પરિસરમાં પ્રતિમાઓની સંખ્યા - ૧૩.

* લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ (સભાપતિ)ના આસનની ઉપરની બાજુએ 'ધર્મચક્ર પ્રવર્તનાય' એવા શબ્દો છે અને અશોક ચક્રનું ચિન્હ કોતરાયેલું છે.

* લોકસભાના અધ્યક્ષના આસન સામે ભારતની બંધારણસભાના પહેલા ચૂંટાયેલા અધ્યક્ષ
વિઠ્ઠલભાઈ પટેલનું ચિત્ર છે.

* પહેલી લોકસભા ૧૯૫૨માં અસ્તિત્વમાં આવી.

* ૧૯૫૨થી ૧૯૬૪ સુધી પંડિત જવાહરલાલ નહેરુ સભાગૃહના નેતા રહ્યા હતા.

* ૧૯૬૬, ૧૯૯૭, ૨૦૦૪ અને ૨૦૦૯માં એમ ચાર
વખત વડાપ્રધાન રાજ્યસભામાંથી આવેલા.

* લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠક
અને ગાલીચાનો રંગઃ લીલો.

* લોકસભામાં વિરોધ પક્ષના પ્રથમ
નેતા - રામસૂ ભગતસિંહ (૧૯૬૯-૭૦).

* રાજ્યસભા -  સંસદભવનની ઈમારતમાં જ.

* આકાર - ૪૪૫ ચોરસમીટર

* બેઠકોની ક્ષમતા - ૨૫૦

* બેઠક વ્યવસ્થા - હરોળમાં છ ભાગમાં. લાલ રંગની બેઠકો

* લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકો અને ગાલીચાનો રંગ લીલો.

* રાજ્યસભાનું પહેલું અધિવેશનઃ ૧૩મી મે ૧૯૫૨ના રોજ.

* રાજ્યસભાના વિરોધ પક્ષના પહેલા નેતા -  શ્યામાનંદ મિશ્રા.

* રાજ્યસભા વરિષ્ઠ સભાગૃહ (અપર હાઉસ) ગણાય છે, જ્યારે લોકસભા 'હાઉસ ઓફ પીપલ' તરીકે ઓળખાય છે.

* બંને ગૃહોનો આકાર ઘોડાની નાળ જેવો, અર્ધ વર્તુળાકાર છે.

* અગાઉ આ બંને સભાગૃહોની બનેલી એક જ
કોન્સ્ટિટયુ. શન એસેમ્બ્લી ઓફ ઈન્ડિયા
તા. ૯-૧૨-૧૯૪૬થી ૧૪-૧-૧૯૫૦ સુધી અસ્તિત્વમાં હતી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.