આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 25 August 2014

♥ હમિંગ બર્ડ કે હેલિકોપ્ટર ? ♥

→ હમિંગ બર્ડ એવું નાનકડું પંખી છે કે જે હેલિકોપ્ટરની જેમ આગળ-પાછળ ઊડી શકે છે અને હવામાં સ્થિર રહી શકે છે. આ કરામત તેની પાંખોની છે તે એક સેકંડમાં ૮૦ વખત પાંખ ફફડાવે છે. અન્ય પક્ષીઓની પાંખો માત્ર ઉપર નીચે જ થઈ શકે પરંતુ હમિંગબર્ડ પોતાની પાંખ ઉપર નીચે ઉપરાંત વર્તુળાકાર પણ ઘૂમાવી શકે છે. હાથા જેવા લાંબા હાડકા વડે તેની પાંખ શરીર સાથે જોડાયેલી હોય છે.

→ આપણા હાથની જેમ ખભાની ઢાંકણીમાં જોડાયેલી સ્વતંત્ર પાંખ તે ચારે તરફ ઘૂમાવી શકે છે. હમિંગ બર્ડના પગ એકદમ ટૂંકા હોય છે. તેની લાંબી અને પાતળી ચાંચ વચ્ચે સ્ટ્રો જેવી પોલી જીભ વડે તે ફૂલમાંથી રસ ચૂસે છે. હમિંગ બર્ડ તેજસ્વી લીલા રંગના હોય છે.

→ તેની ૩૩૦ જેટલી જુદી જુદી જાત જોવા મળે છે. હમિંગ બર્ડ ૨૪ કલાકમાં લગભગ ૨૦૦૦ ફૂલોની મુલાકાત લે છે. ટૂંકમાં તે ઊડયા જ કરે છે. ઝંપીને બેસતું નથી.

→ હમિંગબર્ડને માણસની જેમ ચાર ખાનાવાળું હૃદય હોય છે અને તે મિનિટના ૫૦૦ ધબકારા મારે છે. હમિંગ બર્ડ ખાઉધરું છે તે પોતાના શરીરના વજન કરતાં ત્રણ ગણો ખોરાક દરરોજ ખાય છે.

♥ GK BLOG ♥

www.aashishbaleja.blogspot.com

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.