♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
* પુરાતન કાળમાં ચલણી સિક્કા નહોતા ત્યારે
લોકો વસ્તુઓની અદલાબદલી કરીને
વેપાર કરતા. તેને વિનિમય પ્રથા કહેતા.
* વેપારની સરળતા માટે લોકો પથ્થર,
કીંમતી મોતી, છીપલાં, ફળોના ઠળિયા વગેરેનો ચલણ તરીકે ઉપયોગ કરતા.
* સોના અને ચાંદીના સિક્કા ઇ.સ.પૂર્વેથી વપરાય છે.
*ભારતમાં મોગલો આવ્યા પહેલા જુદા જુદા રાજ
રજવાડાઓમાં પોતપોતાના સિક્કા ચલણમાં હતા.
* ૧૬મી સદીમાં શેરશાહે ચાંદીનો એક તોલા વજનનો રૃપિયો બનાવ્યો. ૧૬ ભાગ પાડી આના અને ૬૪ ભાગ પાડી પૈસાના સિક્કા બનાવ્યા.
રૃપિયાના ૧૬ આના અને એક આનાના ૪
પૈસા એમ રૃપિય-આના-પૈસાનું ચલણ બન્યું.
* ૧૯૪૮માં આઝાદી મળી ત્યારે અંગ્રેજી સિક્કામાં રૃપિયા, આના, પૈસાનું ચલણ હતું.
* ૧૯૫૬માં મેટ્રિક પધ્ધતિ અમલમાં આવી ત્યાર બાદ એક રૃપિયાના ૧૦૦ પૈસાનું ચલણ
અમલમાં આવ્યું.
* મેટ્રિક ચલણની શરૃઆતમાં એલ્યુમિનિયમના એક પૈસા, બે પૈસા, ૩ પૈસાના સિક્કા ચલણમાં હતાં. એક પૈસાનો તાંબાનો નાનો સિક્કો પણ
ચલણમાં હતો.
*ભારતમાં ચાંદીના રૃપિયાનો સિક્કો ચલણમાં લેવાતો.ચાંદીને રૃપું પણ કહે છે. તે પરથી તેનું નામ રૃપિયો પડયું જે આજે પણ રૃપિયા તરીકે જ
ઓળખાય છે.
*જુના સમયમાં વિનિમયમાં આખલા જેવા પશુઓનો વધુ ઉપયોગ થતો. આજે પણ શેરબજારનું પ્રતીક આખલો છે.
* કાગળની પ્રથમ ચલણ નોટ ઇ.સ. ૧૭૧૭માં સ્વીડનમાં બહાર પડેલી ને દસ્તાવેજી હુંડી જેવી હતી. આજે છે તેવી ચલણની નોટો ૧૯મી સદીમાં વિવિધ દેશોમાં બનવા લાગી.
♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.